શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ,એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાંમાળા—પીવાનાં પાણીના કુંડા ‘રામપાતર’અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્કવિતરણ.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા 10 વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા,નાના પશુઓ, પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા ગ્રૂપનાં સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે 1.9 ફૂટ બાય 0.7 ફુટ, વજન આશરે 20 કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. “વહેલા તે પહેલા” ના ધોરણે વિનામૂલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). રાજકોટના વિવિધ વિસ્તારોના લોકોને લાભ મળે તે માટે હાલમાં વિવિધ વિસ્તારોમાં પણ ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે.
દરરોજ વિતરણ (1) એનીમલ હેલ્પલાઈન, ‘જનપથ‘, તપોવન સોસાયટી 2 નો ખૂણો, સરાઝા બેકરીની બાજુમાં, અક્ષર માર્ગ, રાજકોટ, (2) ‘સત્યમ‘, 3-ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી થયેલું છે.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































