ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા થી આત્મનિર્ભર ભારત સુધી” પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા થી આત્મનિર્ભર ભારત સુધી” વિષય પર રાષ્ટ્રીય ગૌસેવા સંઘ (RGSS) ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તથા ગ્લોબલ કોન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) મધ્ય પ્રદેશ ના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ગુપ્તા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશેષ સંવાદ દરમિયાન શ્રી દિલીપ ધનરાજ ગુપ્તાએ ગૌ સેવા સાથેના પોતાના વ્યક્તિગત જોડાણની યાત્રા, RGSS તથા GCCI મારફતે ચાલતી સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અને ગૌ સેવાને માત્ર સેવા ભાવ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણના સશક્ત માધ્યમ તરીકે કેવી રીતે વિકસાવી શકાય તે વિષય પર વિસ્તૃત વિચારો વ્યક્ત કર્યા. કાર્યક્રમના મધ્ય ભાગમાં મધ્ય પ્રદેશની જમીનસ્તર પર વાસ્તવિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં ગૌશાળાઓની હાલની સ્થિતિ, ગોપાલકો અને ગૌશાળા સંચાલકો સામે ઉભી થતી મુખ્ય સમસ્યાઓ તેમજ સમાજ– સરકાર–ઉદ્યોગના સંયુક્ત પ્રયાસોથી શક્ય ઉકેલો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને રોજગાર વિષય પર જણાવતા તેમણે ગોબર, ગોમૂત્ર અને પંચગવ્યને માત્ર પરંપરા નહીં પરંતુ આધુનિક ઉદ્યોગ, નવીનતા અને ઉદ્યમિતાના મજબૂત આધારસ્તંભ તરીકે રજૂ કર્યા. યુવાનો અને મહિલાઓ માટે ગૌ આધારિત ઉદ્યમોમાં રહેલી વિશાળ સંભાવનાઓને તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ગણાવી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં GCCI ની ભૂમિકા, ગૌ આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરતાં GauTech જેવા મંચોથી મળતા વ્યાવસાયિક લાભો વીશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ વેબિનાર GCCI ના ફેસબુક તથા યુટ્યુબ ચેનલ “OfficialGCCI” પર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વેબિનારનું સંચાલન GCCIના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી (મો. 98242 21999), શ્રી રમેશભાઈ ઘેટીયા (મો. 98257 05813), શ્રી પુરીશ કુમાર (મો. 63933 03738) તથા શ્રી તેજસ ચોટલીયા (મો. 94269 18900) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































