#Blog

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા શરુ કરાયું વધુ એક નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 1664 જેટલા પશુઓની સારવાર અને 96 મેજર ઓપરેશન કરાયા            

રાજકોટમાં છેલ્લા 19 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 19 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 9 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 11 (અગિયાર) એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 10000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ‘જીવદયા રથ’ દ્વારા દરરોજ પશુ, પક્ષીઓ તેમજ કીડી, ખિસકોલી જેવા પશુઓ સહિતનાં પશુઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને ‘કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ’નાં સથવારે નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું શરુ કરવામાં આવ્યું છે. આ દવાખાનું શહેરનાં હાર્દ સમા વિસ્તાર તિરુપતિ નગર 1, હનુમાન મઢી ચોક પાસે આવેલ છે. દવાખાનામાં તમામ પશુ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ દવાખાનામાં 1664 જેટલા પશુઓની સારવાર અને 96  મેજર ઓપરેશન થયેલા છે. પશુ દવાખાનાનો સમય સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 છે. (રવિવાર સિવાય) આ અંગે વધુ માહિતી માટે તેમજ નિ:શુલ્ક પશુ, પક્ષી સારવારની જાણકારી લેવા, નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર કરાવવા માટે મો. 7567075680 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *