ગો સેવા ગતિવિધિ – પશ્ચિમ કચ્છ જિલ્લા અને તપોવન ધામ, રામપર-વેકરા દ્વારા ભવ્ય “પવિત્ર ગોબર સ્નાન મહોત્સવ”નું આયોજન તારીખ 10 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ તપોવન ધામ, રામપર – વેકરા ખાતે સવારે 6:30 કલાકે કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, વિદેશમાં ગાય સાથે માત્ર સમય વિતાવવાના હજારો રૂપિયા ખરચવા પડે છે, ગાયના ગોબરના છાણાં પણ મોટા મોલ માં બહુ ઉંચી કિંમતે વેચાય છે અને સાઉદી અરેબિયા જેવા અરબ દેશમાં ભારતથી દેશી ગાયના ગોબરનું ખાતર મોટે પાયે નિકાસ થાય છે. પરંતુ અહીં દેશી ગાય, તેનું ગોબર અને ગોમુત્ર સહિત ગોવંશ આધારિત પંચગવ્યની દરેક વસ્તુઓ સહેજે ઉપલબ્ધ હોવા છતાં આપણે તેનાં અનેક લાભોથી વંચિત થઈ રહ્યા છીએ ત્યારે એ દિશામાં પરત ફરવા સંઘની ગોસેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લા અને તપોવન ધામ, રામપર-વેકરા દ્વારા 10 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 6:30 કલાકે ભક્તિમય માહોલમાં પવિત્ર ગોબર સ્નાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગોબર સ્નાન કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક જીવનશૈલીમાં પ્રાચીન ભારતીય આયુર્વેદ અને પશુપાલન આધારિત તંદુરસ્ત જીવનશૈલીને પુનઃપ્રસ્થાપિત કરવાનો છે. આ મહોત્સવમાં દેશી ગાયના પવિત્ર પંચગવ્યયુક્ત ગોબરથી વૈજ્ઞાનિક પધ્ધતિથી સ્નાન કરાવવામાં આવશે. માનવામાં આવે છે કે ગાયના ગોબરમાં ઔષધિય ગુણો છે જે ચામડીના રોગો, ચમડીની તાજગી, શરીરની કુદરતી શુદ્ધિ અને માનસિક શાંતિ માટે ઉપયોગી છે. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગોબર સ્નાનના લાભોની વિગતવાર માહિતી પણ આપવામાં આવશે. આ સ્નાનનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે તા. ૮ ઓગસ્ટ, શુક્રવારના સાંજ સુધીમાં 94267 89340, 90993 71027 નંબર પર સંપર્ક કરીને પોતાનું નામ નોંધાવવાનું યાદીમાં જણાવ્યું છે. તેમજ ગોબર સ્નાન માટે સમયથી 10 મિનિટ અગાઉ પહોંચવાનું રહેશે. દુરથી આવનારા ભાઈઓને વિનંતી છે કે તેઓ અગાઉથી માહિતી આપી દે તો તેમના માટે રાત્રિ નિવાસની વ્યવસ્થાનો લાભ મળી શકશે તે જણાવ્યું છે. આવો, પંચગવ્યના પવિત્ર સ્નાન દ્વારા શરીર અને ચિત્તને શુદ્ધ કરીએ. તપોવન ધામના સ્થાન સુધી પહોંચવા માટે લોકેશનની લિંક નીચે આપેલ છે:
https://maps.app.goo.gl/jjoCceUc13KWxXgXA?g_st=com.google.maps.preview.copy
