#Blog

GCCI ગૌકુલમ વિશેષ સંવાદમાં ડો. વલ્લભભાઈ કથીરિયાના “બ્રાઉન રેવોલ્યુશન”ના વિચારને શ્રી ભારતસિંહ રાજપુરોહિતે આપ્યું મજબૂત સમર્થન

“બ્રાઉન રેવોલ્યુશન”થી આત્મનિર્ભર ભારત તરફ – GCCI ગૌકુલમ વિશેષ સંવાદમાં ભારતસિંહ રાજપુરોહિતે રજૂ કર્યા પોતાના વિચારો

GCCI દ્વારા આયોજિત ગૌકુલમ વિશેષ સંવાદ અંતર્ગત તા.૦૩-૦૧-૨૦૨૬, શનિવારે સાંજે ૭:૦૦ કલાકે “ગૌ આધારિત અર્થવ્યવસ્થાના સંદેશાવાહક” એવા શ્રી ભારતસિંહ રાજપુરોહિત (સંસ્થાપક – Animal Welfare & Agriculture Research Institution – AWARI) સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCIના ફાઉન્ડર ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વિશેષ સંવાદમાં ગૌ આધારિત અર્થતંત્ર, ગૌ સંરક્ષણ અને ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાના વિચારોને મજબૂત આધાર મળ્યો હતો.

વિશેષ સંવાદમાં “બ્રાઉન રેવોલ્યુશન” વિષય પર શ્રી ભારતસિંહ રાજપુરોહિતે વિશેષ ભાર મુકતા જણાવાયું હતું કે આ વિચારધારાના પ્રણેતા તરીકે ડો. વલ્લભભાઈ કથીરિયા સતત ગૌ આધારિત અર્થવ્યવસ્થાને ભારતની આગામી મહાક્રાંતિ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે. શ્રી ભારતસિંહ રાજપુરોહિતે પોતાના ઉદબોધનમાં ડો. કથીરિયાના આ વિચારને સંપૂર્ણ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ગ્રીન અને વ્હાઈટ રેવોલ્યુશન બાદ હવે “બ્રાઉન રેવોલ્યુશન” દ્વારા ગૌ આધારિત ઉત્પાદનો, જૈવિક ખેતી, ઊર્જા સ્વાવલંબન અને ગ્રામિણ રોજગારની નવી દિશા ખુલશે.

શ્રી રાજપુરોહિતે જણાવ્યું કે ગાય માત્ર દૂધ પૂરતી સીમિત નથી પરંતુ ગૌમૂત્ર અર્ક, પંચગવ્ય, જૈવિક ખાતર, બાયોપેસ્ટિસાઇડ, સાબુ, મચ્છર અગરબત્તી, બાયોગેસ જેવા અનેક ઉપઉત્પાદનો દ્વારા દર મહિને લાખો સુધીની આવક સર્જી શકાય છે. આ મોડલથી ખેડૂતની ખર્ચાળ કેમિકલ ખેતી ઉપરની નિર્ભરતા ઘટે છે અને સ્વસ્થ, ઓર્ગેનિક ઉત્પાદન દ્વારા બજારમાં નવી તકો ઊભી થાય છે.

“Gau Tech 2026 – Pune” અંગે તેમણે જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની ગૌ આધારિત ટેકનોલોજી, એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, સિલેક્ટિવ બ્રીડિંગ, બાયોગેસ પ્લાન્ટ તથા ડિજિટલ ડેરી મેનેજમેન્ટ જેવી નવીન પદ્ધતિઓ દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. શ્રી રાજપુરોહિતે આ મંચ પર ડો. વલ્લભભાઈ કથીરિયાના “બ્રાઉન રેવોલ્યુશન”ના વિચારોને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ગીર, થારપારકર, કાંકરેજ અને સાહીવાળ જેવી દેશી ગાયની જાતોના સંરક્ષણ, બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ તથા યુવાનો અને મહિલાઓને ગૌ આધારિત સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન આપવાના પ્રયાસોની પણ વિગતવાર માહિતી આપવામાં આવી. શ્રી ભારતસિંહ રાજપુરોહિતે  “ગૌ રાષ્ટ્ર યાત્રા”, “ગૌ મેરાથોન” અને “ગૌ માતા સ્લોગન સ્પર્ધા” જેવા અભિયાનો દ્વારા સમાજના દરેક વર્ગને ગૌ સેવામાં જોડવાની અનોખી પહેલની પણ શરૂઆત કરવામાં આવી જેની પણ ચર્ચા થઈ હતી.

GCCI દ્વારા જણાવાયું હતું કે આ વિશેષ સંવાદ ડો. વલ્લભભાઈ કથીરિયાના “બ્રાઉન રેવોલ્યુશન”ના વિચારને જમીન પર ઉતારવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયું છે, જેમાં શ્રી ભારતસિંહ રાજપુરોહિત જેવા યુવા ઉદ્યમીઓનું સમર્થન ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન GCCIના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું અને વેબીનાર GCCIના અધિકૃત ફેસબુક પેજ https://www.facebook.com/OfficialGCCI/ પર નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *