વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ અને સ્કોલરશિપ અંગે માર્ગદર્શન આપવા કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા વિશેષ ઓનલાઈન વેબિનારનું તા.25 એપ્રિલના રોજ આયોજન

કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા (KPSNA-USA) દ્વારા વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ અંગે માર્ગદર્શન આપવા માટે એક મહત્વપૂર્ણ ઓનલાઈન વેબિનારનું તા.25 એપ્રિલ 2026 શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય રાતના 08:00 વાગ્યાનો રહેશે. આ ખાસ વેબિનારમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી નંદ જાવિયા મુખ્ય વક્તા તરીકે જોડાશે.
નંદ જાવિયા તેમના શૈક્ષણિક ઉત્તમ પ્રદર્શન, વૈશ્વિક અનુભવ અને ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા અંગેની ઊંડી સમજ માટે જાણીતા છે. તેઓ વિદ્યાર્થીઓને USA અને અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે અરજી કેવી રીતે કરવી, સ્કોલરશિપ કેવી રીતે મેળવવી અને મજબૂત પ્રોફાઇલ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપશે. તેઓ પોતાના વ્યક્તિગત અનુભવ, પડકારો અને શીખેલ પાઠો પણ શેર કરશે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ વેબિનાર માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ માતા-પિતાઓ માટે પણ લાભદાયી છે, જેથી તેઓ પોતાના સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપી શકે.
વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, સમયરેખા અને આર્થિક આયોજન વિશે પણ મહત્વપૂર્ણ માહિતી મળશે. આ વેબિનાર દરેક માટે નિઃશુલ્ક છે.
ગૂગલ મીટ લિંક: https://meet.google.com/mwt-acmm-hgj































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































