મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાના સરકારી આદેશ બહાર પડાય તે અંગેની સફળ રજૂઆત.

ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાક અને પાણીના અભાવે પશુ-પક્ષીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે રાજયમાં ભીષણ ગરમીને ધ્યાને રાખીને રાજયના દરેક ગામ/નગરમાં પશુ-પક્ષીઓ માટે ઘાસચારા અને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા, રાજયની દરેક સરકારી કચેરીઓમાં પક્ષીઓ માટે વૃક્ષો પર પાણીના કુંડા/ પક્ષીઘર લગાવવા જોઇએ અને દરરોજ પાણીની ઉપલબધ્ધતા સુનિશ્ચિત કરવી જોઇએ, પક્ષીઓ માટે ગામડાઓ અને નગરોમાં જ્યાં પક્ષીઓની વધુ અવરજવર હોય તેમજ વૃક્ષો ઉપર જરૂરિયાત મુજબ અનાજ, પાણી માટે પાત્રની વ્યવસ્થા કરવી જોઈએ, ઉપરોક્ત કાર્યોના સંબંધમાં સ્થાનિક દાતાઓ/સામાજિક સંસ્થાઓ અને ગ્રામજનોનો સહકાર લેવા માટે આવશ્યકતા મુજબ તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. રાજ્યના દરેક ગામમાં વિવિધ સ્થળોએ સર્વે કર્યા બાદ પશુઓ માટે યોગ્ય જગ્યાએ પાણી પીવાના પાત્રો તથા તેમાં દરરોજ પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવે જેથી રખડતા પશુઓ ઉનાળાના દિવસોમાં તરસ્યા ન રહે. રાજ્યના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને તલાટીશ્રીઓએ તેમની ગ્રામ પંચાયતો ગામના વિવિધ વિસ્તારોમાં જોઈએ તેટલા પાણીના કુંડ મૂકવામાં આવ્યા છે કે કેમ અને તેમને પાણીથી ભરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની કાળજી પણ લેવી જોઈએ ઉપરોક્ત તમામ બાબતો અંગે યોગ્ય કરવા ગુજરાત સરકારશ્રીમાં ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા કરાયેલ રજૂઆતને સફળતા મળી છે.
સરકારશ્રી દ્વારા આ અંગે રાજયના સૌ કલેકટરશ્રીઓ અને અન્ય સરકારી વિભાગોને પરીપત્રો બહાર પાડી મોકલી આપવામાં આવ્યા છે. સરકારશ્રીના તમામ વિભાગો દ્વારા પરીપત્રનો જીવદયાની ભાવનાથી અમલ થાય તે પણ સુનિશ્ચીત કરવા મિતલ ખેતાણી દ્વારા સરકારશ્રીને રજુઆત કરાઈ છે તેમજ સરકારનાં વિવિધ વિભાગોને પણ જીવદયાનાં કાર્યમાં યથાયોગ્ય સહકાર આપવા વિનંતી કરાઈ છે.
અંગેની વિષેશ માહિતી માટે મિતલ ખેતાણી (મો. 98242 21999) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































