#Blog

14 સપ્ટેમ્બર, હિન્દી દિવસ

સમગ્ર ભારતમાં 1953થી 14 સપ્ટેમ્બરનાં રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. ભારત અને બીજા દેશોમાં 60 કરોડથી વધારે લોકો હિંદી બોલતા, વાંચતા શીખે છે અને લખે પણ છે.

હિંદી ભારતની જ નહીં પણ આખા વિશ્વમાં એક વિશાળ ક્ષેત્ર અને જનસમૂહની ભાષા છે. 1952માં ઉપયોગ કરાતી ભાષાના આધારે આ વિશ્વમાં પાંચમાં ક્રમાકે હતી. 1980ની આસપાસ તે ચીની અને અંગ્રેજી પછી ત્રીજા સ્થાન પર આવી ગઈ. હિન્દી વિશ્વમાં ચોથી એવી ભાષા છે, જેને સૌથી વધુ લોકો બોલે છે. આજે તમામ વિદેશી કંપનીઓ પણ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપી રહી છે. દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન અંગ્રેજી ઉપરાંત હવે ભારતની હિન્દી ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાને મહત્વ આપી રહ્યું છે. તાજેતરમાં જ ઈ-કોમર્સ સાઈટ એમેઝોન ઈન્ડિયાએ પોતાની હિન્દી એપ લોન્ચ કરી છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરનાં મેલાનેશિયામાં ફિજી નામનો એક ટાપુ છે. ફિજીમાં હિન્દીને આધિકારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને ફિજિયન હિન્દી કે ફિજિયન હિન્દુસ્તાની પણ કહે છે. આ ભાષા અવધી, ભોજપુરી અને અન્ય બોલીઓનું મિશ્રણ છે. આ ઉપરાંત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અમેરિકા, બ્રિટન, જર્મની, ન્યૂઝીલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત, યુગાંડા, સુરીનામ, ટ્રિનિદાદ, મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકા સહિત અનેક દેશોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે. વર્ષ 2017માં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં પ્રથમ વખત ‘અચ્છા’,  ‘બડા દિન’, ‘બચ્ચા’ અને ‘સૂર્ય નમસ્કાર’ જેવા હિન્દી શબ્દોનો સમાવેશ કરાયો હતો. 

હિન્દી ભાષા દેશની રાષ્ટ્રભાષા તરીકે પસંદ થઈ તે સમયે દેશનાં પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતાં અને તેમણે કહ્યું હતું કે આ દિવસનાં મહત્વને જોતા દર વર્ષે 14 સપ્ટેમ્બરનાં રોજ હિન્દી દિવસ તરીકે ઉજવણી થાય. ભારતમાં પહેલો હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1953નાં રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી 14 સપ્ટેમ્બરનાં રોજ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. 1918માં હિન્દી સાહિત્ય સંમેલનમાં ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે પહેલ કરી હતી. આજે ભારતની બે વ્યવહારિક ભાષાઓ હિન્દી અને અંગેજી કહેવાય છે.

ભાષા એ દરેકનાં મનની આશાને પૂરી કરે છે. ભાષા થકી સૌ અતંરમનનાં વિચારો, વ્યવહારો થકી પ્રગટ કરે છે. ભાષા એ કોઈ એક દિશામાંથી બીજી દિશાને જોડતો પૂલ છે. એ ક્યારેય તારી કે મારી નથી હોતી. એ હંમેશા આપણી હોય છે, અમારી હોય છે. ભાષા થકી અભિવ્યક્તિ શક્ય બને છે. ભાષાનો હંમેશા સત્કાર, જય જય કાર કરવો જોઈએ.

-મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *