#Blog

GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝમાં “મકર સંક્રાંતિ ગૌ સેવાનો મહાપર્વ – ભક્તિ, વિજ્ઞાન અને આત્મનિર્ભર ભારત” વિષય પર ડૉ. કૃષ્ણ મુરારીજી (ઇસ્કોન સંત) વૃંદાવન સાથે વિશેષ સંવાદનું તા.૧૦ -૦૧-૨૦૨૬, શનિવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે આયોજન.

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “મકર સંક્રાંતિ – ગૌ સેવાનો મહાપર્વ” વિષય પર માર્ગદર્શન આપવાના પ્રયાસરૂપે, તા ૧૦ – ૦૧ -૨૦૨૬, શનિવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે ઇસ્કોનના સંત ડૉ. કૃષ્ણ મુરારીજી સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. કૃષ્ણ મુરારીજી પોતાના પ્રવચનમાં “ગૌ સેવા માત્ર ધાર્મિક કર્તવ્ય નથી, પરંતુ સમાજને સ્વસ્થ, પર્યાવરણને સંતુલિત અને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાનો મજબૂત માર્ગ છે.” મકર સંક્રાંતિને “ગૌ સેવા પર્વ” તરીકે ઉજવી ગૌ દાન, ગૌ સેવા અને તિલ – ગુડના સેવન પાછળનો આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક આધાર પણ રજૂ કરશે. કાર્યક્રમ દરમિયાન ગૌ આધારિત કૃષિ, પંચગવ્ય, પર્યાવરણ સંરક્ષણ, યુવાનોમાં વધતી નિરાશા અને તણાવ સામે ભક્તિ તથા ગૌ સેવાના ઉપચારાત્મક પ્રભાવ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. ગૌ આધારિત જીવનશૈલી કેવી રીતે વ્યક્તિગત સ્વાસ્થ્ય તથા પ્રકૃતિ સાથેના સંબંધને મજબૂત બનાવે છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવશે. શહેરમાં વસતા લોકો ગૌ સેવા સાથે કેવી રીતે જોડાઈ શકે તે અંગે વ્યવહારુ માર્ગો રજૂ કરવામાં આવશે તથા યુવાનોને આ પવિત્ર કાર્ય સાથે જોડાવા માટે આહ્વાન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે મકર સંક્રાંતિ નિમિત્તે વિશેષ સંદેશ આપવામાં આવશે કે, “જો દરેક પરિવાર ગૌ માતાને માત્ર એક દિવસ નહીં પરંતુ જીવનભર સેવામાં સ્થાન આપશે, તો ભારત ફરીથી વિશ્વને કરુણા અને સંસ્કારનો માર્ગ બતાવશે.”
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક પેઇજ https://www.facebook.com/OfficialGCCI/ પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *