#Blog

GCCI દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરની ઑનલાઇન બેઠકનું આયોજન.

ગૌ સેવાના કાર્યો માં રસ ધરાવતા યુવાનો, મહિલાઓ,ગૌ સેવકો,ગૌ પાલકો, ખેડૂતોને GCCI દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) સેકશન 08 કંપની છે. જે ગૌ કેન્દ્રિત સાશ્વત, સમન્વિત અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે છે. GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સમુદાયો, આધ્યાત્મિક આગેવાનો અને ઉદ્યોગસાહસિકોને એકત્ર કરીને સામાજિક-આર્થિક સમૃદ્ધિ, પર્યાવરણીય સુખાકારી અને આધ્યાત્મિક જાગૃતિ માટે કાર્ય કરે છે. GCCI દ્વારા યુવા અને મહિલા ગૌ આધારિત ઉદ્યોગ સાહસિકોને પર્યાવરણ સાનુકૂળ પદ્ધતિઓ અપનાવવા સહયોગ, જ્ઞાન દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝની રાષ્ટ્રીય સ્તર પર ઑનલાઇન મીટીંગનું તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર ના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૦૦ કલાકે યોજવામાં આવી રહ્યું છે. આ મીટીંગમાં સમગ્ર ભારતમાંથી GCCI ના સભ્યો જોડાશે અને ગૌ આધારિત અર્થતંત્ર માટે મહત્વના રાષ્ટ્રીય કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય મીટીંગમાં માર્ગદર્શક ચર્ચાઓ અને અસરકારક આયોજન માટે મજબૂત પ્લેટફોર્મ પુરું પાડશે, જે ભારતના ગૌ આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવામાં અને ટકાઉ વિકાસમાં તેના યોગદાનને પ્રોત્સાહન આપશે.
મીટીંગમાં ચર્ચા માટે મુખ્ય કાર્યક્રમોમાં આગામી આયોજનો જેવા કે તા.13 ઑક્ટોબર 2025,સોમવાર ના રોજ નવી દિલ્હી સ્થિત ડૉ. અંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, જનપથ ખાતે ત્રીજી રાષ્ટ્રીય સમિટ ઑન કાઉ પંચગવ્ય બેઝ્ડ ઇકોનોમી” સેમીનાર નું “ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે 2025” કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫, અમદાવાદના GMDC મેદાન ખાતે યોજાનાર સ્વદેશોત્સવ એક્સ્પો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાના મંત્રને પ્રોત્સાહન આપે છે. આ સ્વદેશોત્સવ એક્સ્પોમાં GCCI દ્વારા “ગૌટેક ૨૦૨૫” ના વિશેષ પેવિલિયનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ગૌટેક – ૨૦૨૬, પુણે માટેની ચર્ચાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
GCCI ગૌવંશની ઓલાદ સુધારણા, ગૌ આરોગ્ય અને પોષણ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય ઉત્પાદન અને થેરાપી, દૂધના ઉત્પાદનો, બાયો-ફર્ટિલાઇઝર્સ, કાઉ ટુરિઝમ, ગૌશાળા અને ગૌચર વ્યવસ્થાપન, ટ્રેનિંગ અને કૌશલ્ય વિકાસ, યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકતા, સંશોધન અને વિકાસ જેવા ગૌ સેવાના અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે.
ગૌ વિજ્ઞાન પરીક્ષાઓ, ગૌ ઈ-લાઇબ્રેરી, ગૌટેક એક્ઝિબિશન્સ, સેમિનાર, વર્કશોપ અને આધ્યાત્મિક પ્રવચનો જેવી પહેલો દ્વારા GCCI પરંપરાગત જ્ઞાનને આધુનિક પ્રથાઓ સાથે જોડીને ગૌ આધારિત ઉદ્યોગો માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવે છે, જે સામાજિક – આર્થિક પરિવર્તન, સાંસ્કૃતિક સંરક્ષણ અને સાશ્વત વિકાસને આગળ વધારશે.
આ મીટીંગ Zoom પ્લેટફોર્મ પર ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે,
Zoom ID – 892 7645 6720 Password: 296407 વડે મીટીંગમાં જોડાઈ શકીએ છીએ. તેમજ GCCI ના ફેસબુક પેઇજ https://www.facebook.com/OfficialGCCI/ પર લાઈવ નિહાળી શકાશે. આ આંતરરાષ્ટ્રીય મીટીંગને સફળ કરવા GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, રમેશભાઈ ઘેટીયા,અમિતાભ ભટ્ટનાગર, પુરીશ કુમાર, હંસરાજભાઈ ગજેરા સહીતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ નો સંપર્ક કરવા GCCI ના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાની યાદી માં જણાવવામાં આવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *