ગૌ નીતિ ઓર્ગેનિક્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, જી.ઓ.જી – એ.એમ.એ સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ, જહાંગીર કામા- એ.એમ.એ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મ મેનેજમેન્ટ દ્વારા સેમિનારનું આયોજન
- ભારતીય ગાયનાં દૂધ પીવાના ફાયદા વિષે આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની માર્ગદર્શન આપશે
ગૌ નીતિ ઓર્ગેનિક્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, જી.ઓ.જી – એ.એમ.એ સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ, જહાંગીર કામા- એ.એમ.એ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મ મેનેજમેન્ટ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારમાં ભારતીય ગાયનાં દૂધ પીવાના ફાયદા વિષે આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની માર્ગદર્શન આપશે.
આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, તાલીમ નિષ્ણાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં પ્રશિક્ષિત સ્વયંસેવક, બી.જે.પી ગુજરાતનાં ભૂતપૂર્વ રાજ્ય સચિવ, જામનગર જિલ્લાનાં રોટરી ક્લબનાં ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને 4 દાયકાથી વધુનો ક્લિનિકલ અનુભવ છે. તેઓ પરંપરાગત આયુર્વેદ નાડી પરિક્ષણનાં નિષ્ણાંત છે. તેમણે આયુર્વેદ પંચગવ્ય અને ગર્ભવિજ્ઞાન પર વિસ્તૃત સંશોધન કર્યું છે. ડૉ. હિતેશ જાનીએ તેમની કારકિર્દી દરમિયાન આજ સુધી 40,000 થી વધુ દર્દીઓની સારવાર કરી છે. તેમણે પોતાના જીવનમાં ગૌ વિજ્ઞાન, ગર્ભ વિજ્ઞાન, લોકાર્યુવેદ જેવા વિષયોનું જ્ઞાન લોકોને આપ્યું. તેમણે આયુર્વેદ સંબંધિત ઘણા પુસ્તકો લખ્યા છે તેમજ ઘણા પબ્લીકેશનસ તેમના આર્ટીકલ નિયમિતપણે છાપે છે. તેમને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર, સ્વર્ગીય મોરોપંત પિંગળે ગૌસેવા પુરસ્કાર, શંકરાચાર્યજી દ્વારા ગૌચતુર્માસ પુરસ્કાર, આયુર્વેદ પ્રત્યે જાગૃતિ માટે લાયન્સ ક્લબ દ્વારા આયુર વિકાસ એવોર્ડ સહિતનાં સન્માનો પ્રાપ્ત થયા છે.
આ સેમિનારનું આયોજન તા. 8 રવિવારનાં રોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી એ.એમ.એ કોમ્પ્લેક્ષ, એ.ટી.આઈ.આર.એ કેમ્પસ, ડૉ વિક્રમ સારાભાઈ માર્ગ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે 079-26308601-05, 7203030990 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.