ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 17 માં વેબીનારનું આયોજન
- ગીર ગૌ જતન સંસ્થાનનાં રમેશભાઈ રૂપારેલીયા માર્ગદર્શન આપશે.
વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ, ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે. ગોકુલમ – 17 માં ગીર ગૌ જતન સંસ્થાનનાં રમેશભાઈ રૂપારેલીયા માર્ગદર્શન આપશે.
રમેશભાઈ રૂપારેલીયા “વૈદિક ગૌપાલન અને ગૌ-અધારિત કૃષિ” સાથે કાર્યરત છે. તેમનો ઝી ન્યૂઝ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને વિશ્વના પ્રખ્યાત પ્રભાવક, પ્રેરક વક્તા ડૉ. વિવેક બિન્દ્રા જેવી વિવિધ ન્યૂઝ ચેનલ પર ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે. ગીર ગૌ જતન સંસ્થાન 40 થી વધુ ઉચ્ચ-વર્ગની ડિગ્રી ધારકો અને શિક્ષિત યુવાનોને રોજગાર આપી રહ્યું છે. તેઓ પોતાના ટ્રેનીંગ પ્રોગ્રામમાં ગીર ગાયની ઓળખ, ગાયની યોગ્ય આહાર વ્યવસ્થા, ગાયના આશ્રયની જોગવાઈઓ, સંવર્ધન ઘટનાક્રમ, ગાયના હાવભાવની ઓળખ, શ્રેષ્ઠ નંદીની ઓળખ, પરિવહન અને જરૂરી ઔપચારિકતા વગેરે જેવી બાબતો યુવા ખેડૂતો, ગૌ પાલકોને શીખવે છે તેમજ પ્રોડક્ટ માર્કેટિંગ અને સેલિંગ માટેની ટ્રેનિંગમાં રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે પ્રમાણપત્રો/લાયસન્સ કઈ રીતે લેવા, પેઢી નોંધણી, ઉત્પાદન પેકેજીંગ અને લેબલીંગ, નિકાસ માટે જરૂરી અનુપાલન, ફેસબુક અને યુટ્યુબ વગેરે જેવા સામાજિક પ્લેટફોર્મ પર વેચાણ અને માર્કેટિંગ, ઈકોમર્સ માર્કેટ પ્લેસ રજીસ્ટ્રેશન જેમ કે Amazon.com, Ebay.com, Etsy.com, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરે પણ શીખવે છે.
આ વેબિનાર 28 ઓકટોબરે, શનિવારનાં રોજ સવારે 12 કલાકે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં ફેસબુક પેઈજ ‘ઓફીશીયલ જી.સી.સી.આઇ’ તેમજ યુ ટ્યુબ ચેનલ ‘ગ્લોબલ કાઉ ફેડરેશન’ પર લાઈવ કરવામાં આવશે. વેબિનારનું સંચાલન શ્રીમતી શતાબ્દી પાંડે કરશે. સમગ્ર “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”નાં કાર્યક્રમો અને ગૌસેવા પ્રવૃતિઓમાં ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં સંસ્થાપક ડૉ. વલ્લભભાઇ કથીરિયાનું માર્ગદર્શન મળતું રહે છે.
વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.8853584715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.