• “ત્રીજી રાષ્ટ્રીય સમિટ ઑન કાઉ પંચગવ્ય બેઝ્ડ ઇકોનોમી 2025” – ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે નવી દિલ્હીમાં તા. 13 ઑક્ટોબર 2025 (સોમવાર) ના રોજ ભવ્ય સેમિનારનું આયોજન

• ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથિરિયા ગૌ નીતિ, સરકારી યોજનાઓ અને પડકારો” વિષય પર માર્ગદર્શન પૂરું પાડશે.
• પ્રોફ.આર.એસ. ચૌહાણ, ડો.હિતેશ જાની જેવા વૈજ્ઞાનિક વક્તાઓના વક્તવ્યો રહેશે.
“ત્રીજી રાષ્ટ્રીય સમિટ ઑન કાઉ પંચગવ્ય બેઝ્ડ ઇકોનોમી” સેમીનાર નું “ઇન્ટરનેશનલ ડિસાસ્ટર રિસ્ક રિડક્શન ડે 2025” તા.13 ઑક્ટોબર 2025 (સોમવાર) ના રોજ નવી દિલ્હી સ્થિત ડૉ. અંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, જનપથ ખાતે કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સમિટનું આયોજન ભારત સરકાર ના પશુપાલન અને ડેરી મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ ખુશી સેન્ટર ફોર રિહેબિલિટેશન એન્ડ રિસર્ચ, ઇસ્કોન, 40 કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી ઇન્ટરનેશનલ અને મિશન ભારત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનો છે. ગૌ આધારિત કૃષિ, પંચગવ્ય, કુદરતી ખેતી અને ગૌશાળા વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવું, રોજગારના નવા અવસર ઊભા કરવા અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત કરવી એનો હેતુ છે. સાથે જ આ સમિટ આપત્તિ જોખમ ઘટાડો, હવામાન પરિવર્તન સામે રક્ષણ અને સાશ્વત વિકાસ જેવા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે સમાજને યોગ્ય દિશા આપશે. આ દ્વારા વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન મળશે. આ સમિટમાં દેશ-વિદેશના અગ્રણીઓ, નીતિનિર્માતાઓ, વિદ્વાનો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની શરૂઆત સવારે 7:00 વાગ્યે રજીસ્ટ્રેશન, નાસ્તા અને સ્વાગતથી થશે. ત્યારબાદ સવારે 9:00 વાગ્યે ગૌ પૂજન, દીપ પ્રજ્વલન, વંદના તથા “ગૌ આધારિત પંચ પરિવર્તન” થીમ સૉંગ સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. આંતરરાષ્ટ્રીય કલાકાર મૌમિતા ઘોષ અને ટીમ દ્વારા ઓડિસી નૃત્ય રજૂ થશે.
પ્રથમ સત્ર 09:30 થી 11:30 વાગ્યા સુધી “ગૌ આધારિત અર્થતંત્ર : વિકસિત ભારત 2047” માં મુખ્ય વક્તાઓ તરીકે ભારત સરકારના પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રીશ્રી એસ.પી.સિંહ બઘેલ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી રામદાસ અઠવલે, ગૌસેવા ગતિવિધિના અખીલ ભારતીય સંયોજક શ્રી અજીત મહાપાત્ર, ઋષિહુડ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સુરેશ પ્રભુ, IGNCA ના અધ્યક્ષ શ્રી રામબહાદુર રાય, તથા શ્રીમતી પૂજા કપિલ મિશ્રા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
બીજું સત્ર 11:30 થી 01:00 વાગ્યા સુધી “ગૌશાળા, કૃષિ, પંચગવ્ય, એનર્જી અને સસ્ટેનેબલ ઇકોનોમી” માં ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલગુરુ (Pro Vost), જામનગર આયુર્વેદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને પ્રખર ગો વૈજ્ઞાનિક આયુર્વેદાચાર્ય ડો.હિતેશ જાની, ઇન્ડિયન બાયોગેસ એસોશીએશનના અધ્યક્ષ શ્રી ગૌરવ કેડિયા, પ્રખર ગૌ સેવક અને ગૌ વ્રતી શ્રી ગોપાલભાઈ સુતરિયા, શ્રી અજિત કેલકર, શ્રી સુરપાટી દાસ અને પોતાના વિચારો રજૂ કરશે જેના સત્રના અધ્યક્ષ તરીકે શ્રી દિનેશ ઉપાધ્યાયજી રહેશે. બોર્ડ રૂમમાં સમકક્ષ સત્ર “કૉર્પોરેટ, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી” અંગે રહેશે, જેમાં અધ્યક્ષ શ્રી પ્રદીપ એસ. મહેતા CUTSના જનરલ સેક્રેટરી અને શ્રીમતી રશ્મિ સિંહ,સેક્રેટરી WCD, (IAS) રહેશે.
ત્રીજું સત્ર 02:00 થી 03:30 વાગ્યા સુધી “ગૌ આધારિત અર્થતંત્રથી આપત્તિ નિયંત્રણ અને હવામાન પરિવર્તનનો સામનો” વિષયક ચર્ચા યોજાશે. જેમાં મુખ્ય વક્તાઓમાં ઉન્નત ભારત અભિયાનના કન્વીન્યર પ્રોફ. વિવેક કુમાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) ના જોઈન્ટ સેક્રેટરી શ્રી વેદ પ્રકાશ મિશ્રા, પશુપાલન વિભાગના કમિશ્નર શ્રી ડૉ. અભિજીત મિત્રા , વૈજ્ઞાનિક ડૉ. વિપિન શુક્લા અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના સીનિયર કન્સલ્ટન્ટ શ્રી અનુજ તિવારી શામેલ રહેશે. અધ્યક્ષ તરીકે શ્રીમતી એસ. રાધા ચૌહાણ, નિવૃત્ત IAS અને સહ અધ્યક્ષ તરીકે CUTSના અધ્યક્ષ શ્રી પ્રદીપ એસ. મહેતા રહેશે. આ દરમિયાન બોર્ડ રૂમમાં “ગૌ નીતિ, સરકારી યોજનાઓ અને પડકારો” વિષય પર સમકક્ષ સત્ર ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCIના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથિરિયા તથા પ્રોફ. આર.એસ. ચૌહાણની અધ્યક્ષતામાં યોજાશે.
ત્રીજું સત્ર 3:30 થી 5:30 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં HEALS ફ્રેમવર્કનું લોન્ચિંગ, એવોર્ડ્સ અને સન્માન સમારોહનો સમાવેશ છે. મુખ્ય વક્તાઓમાં શ્રી સુનીલ માનસિંહા, સમસ્ત મહાજનના અધ્યક્ષ શ્રી ડો. ગિરિશભાઈ શાહ, શ્રી સાકેત મણી ત્રિવેદી, ડૉ. રેણુ કુલશ્રેત્ર, ડૉ. રાખી મહેરા, શ્રીમન જવાહરલાલ કૌલ અને શ્રીમન રામબહાદુર રાય શામેલ રહેશે. આ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના ભારતના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રાજ્ય મંત્રી શ્રી ડૉ. જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહેશે અને માર્ગદર્શન પૂરું પાડશે.
અંતમાં સાંજે 5:30 વાગ્યે રાષ્ટ્રીય ગીત અને નાસ્તા સાથે કાર્યક્રમ સમાપન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય સમિટ ભારતને ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર, સસ્ટેનેબલ અને વિકસિત બનાવવા એક ઐતિહાસિક પગલું સાબિત થશે.
વધુ માહિતી માટે મો.83739 09295, 88822 96302, 9350206124, 11- 49122452, Email – info@khushicentre.in , khushicentre@gmail.com પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.