“ગૌ જ્ઞાન – વિજ્ઞાનથી ગ્લોબલ બિઝનેસ સુધી” : પુનામાં “ગૌ ટેક 2026” દ્વારા આત્મનિર્ભર ભારતને નવી દિશા• ગૌ આધારિત “બ્રાઉન રિવોલ્યુશન”નો વૈશ્વિક શંખનાદ 20 થી 23 માર્ચ 2026 પુના ખાતે “ગૌ ટેક 2026”• માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”, “મેક ઇન ઇન્ડિયા”, “સ્ટાર્ટ-અપ ઇન્ડિયા” અને “વોકલ ફોર લોકલ”ના વિઝનને સાકાર કરવા પુના ખાતે “ગૌ ટેક 2026”નું ભવ્ય આયોજન• “ગૌ ટેક 2026” •યુનાઇટેડ નેશન્સ ના 17 સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે• 5 લાખથી વધુ મુલાકાતીઓ, 300થી વધુ સ્ટોલ અને વિદેશી રોકાણ સંવાદ “ગૌ ટેક 2026”થી ગૌ ઉદ્યોગના ભવિષ્યમાં પરિવર્તન• કામધેનુ ચેર, મહિલા,સંત સંમેલન અને લાઇવ દેશી ગૌવંશ પ્રદર્શન “ગૌ ટેક 2026” એક સર્વાંગી રાષ્ટ્રનિર્માણ અભિયાન

ગૌ આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન, નવીનતા અને ઉદ્યમિતાને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અને આર.આર.કેબલના સહયોગ થી આયોજિત “ગૌ ટેક 2026” નામનું આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શની તા. 20 થી 23 માર્ચ 2026 દરમિયાન એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના (મહારાષ્ટ્ર) ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન માત્ર એક પ્રદર્શની જ નહીં, પરંતુ ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક વ્યાપક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અભિયાન છે. “ગૌ ટેક 2026”માં દેશ વિદેશથી નીતિનિર્માતાઓ, સમાજસેવકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, ખેડૂતો, ગૌશાળાઓ, યુનિવર્સિટીઓ, સંતસમાજ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ભાગ લેશે. આ આયોજનમાં 300થી વધુ સ્ટોલ, 12થી વધુ ગૌ વિષય આધારિત સેમિનાર, વિશેષ સંમેલનો, B2B બેઠકો તથા વિદેશી પ્રતિનિધિઓની ભાગીદારી સાથે પાંચ લાખથી વધુ મુલાકાતીઓની હાજરીની સંભાવના છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના વિઝનથી પ્રેરિત થઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા આયોજિત (GCCI) દ્વારા આયોજિત “ગૌ ટેક 2026” આજે માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ગૌ આધારિત ઉદ્યોગો માટે સૌથી મોટો અને અસરકારક મંચ બની રહ્યો છે. આ આયોજન ભારતીય સંસ્કૃતિ, પરંપરા, વિજ્ઞાન, આધુનિક ટેક્નોલોજી અને નવીનતાનું સશક્ત સંગમ છે, જે “બ્રાઉન રિવોલ્યુશન” દ્વારા સાત્વિક વિકાસની દિશામાં ભારતને આગળ વધારવાનું કાર્ય કરશે.
GCCIના સ્થાપક, પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને કામધેનુનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ગાયનું દૂધ, ગૌમૂત્ર, ગોબર અને પંચગવ્ય માત્ર ધાર્મિક અથવા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા નથી, પરંતુ તેમાં આરોગ્ય, કૃષિ, ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાની અદ્ભુત વૈજ્ઞાનિક તથા આર્થિક ક્ષમતા રહેલી છે. “ગૌ ટેક 2026” આ તમામ સંભાવનાઓને એક જ મંચ પર લાવી યુવાનો, મહિલાઓ, ગૌશાળાઓ, સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને નીતિનિર્માતાઓ વચ્ચે સંવાદ, સહયોગ અને નવીનતાનું સકારાત્મક વાતાવરણ ઊભું કરશે.
ગૌ ટેક 2026ના આયોજન માટે પૂનાની પસંદગી કરવામાં આવી છે કારણ કે પૂના મહારાષ્ટ્રનું મહત્વપૂર્ણ શૈક્ષણિક, સંશોધન અને નવોચારનું કેન્દ્ર છે. પુણે તથા આસપાસના વિસ્તારોમાં અનેક પ્રતિષ્ઠિત કૃષિ અને પશુપાલન યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સ, પ્રગતિશીલ ખેડૂતો તથા સક્રિય ગૌશાળાઓ કાર્યરત છે. પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ઉદ્યોગસાહસિકતા, ડેરી વિકાસ અને કૃષિ-પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં પૂનાની મજબૂત પરિસ્થિતિ આ આયોજનના ઉદ્દેશ્યોને સંપૂર્ણ રીતે અનુરૂપ છે. ઉપરાંત, પૂનાનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, ઉત્તમ કનેક્ટિવિટી, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની હાજરી ગૌ ટેક 2026ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અસરકારક મંચ પૂરું પાડશે.
વર્તમાન સમયમાં ગાયોના સંવર્ધનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સાંઢો તૈયાર કરવા. સેકસ્ડ સીમેન ટેકનોલોજી વિકસાવવી, એમ્બ્રીયો ટ્રાન્સપ્લાન્ટ કરવા, સીમેન લેબોરેટરી સ્થાપવા જેવા વિવિધ ઉદ્યોગોમાં સરકારશ્રીની મદદથી PPP મોડલ પર વ્યવસાયો શરૂ થયા છે. ભારતીય દેશી ગાયોના A – 2 દૂધ અને તેના વેલ્યુ એડીશન સાથે બટર, ઘી અને છાશ તેમજ મેડીસીનલ ઘી માટે ખૂબ જ આંતરરાષ્ટ્રીય બજાર ઊભું થયું છે. ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ, વાતાવરણ શુધ્ધિ માટેના રિપેલન્ટ અને સેનીટાઇઝર્સ તથા અનેકવિધ ગૃહ ઉપયોગી કોસ્મેટીક ગોબર ઉત્પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્ત્રપ્રિન્યોરશીપની તકો ઊભી થઇ છે. કાઉ ડંગ ( ગોબર )માંથી ગોબર પેઇન્ટ, પ્લાસ્ટર, કલર, બ્રીક્સ,પ્લાયવુડ, ટાઇલ્સ, પેપર અને સ્મશાન માટેના લાકડાંની અવેજીમાં ગોબર લાકડી માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ થયું છે. ગોબર, ગૌમૂત્રમાંથી બાયોફ્યુલ જેવા કે, બાયોગેસ, સી.એન.જી, CO2,હાઈડ્રોજન ઉત્પાદન ફેક્ટરીઓમાં સપ્લાય થઈ રહ્યા છે.
“ગૌ ટેક 2026” માં જૈવિક ખાતર અને બાયો-ફર્ટિલાઇઝર, દૂધ તથા દૂધમાંથી બનેલા મૂલ્યવર્ધિત ઉત્પાદનો, ગૌમૂત્ર અને ગોબર આધારિત ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી, પશુચિકિત્સા કોલેજો અને યુનિવર્સિટીઓ, સીમેન લેબોરેટરી, સેક્સ-સોર્ટેડ સીમેન તથા એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, સોલાર અને બાયો-એનર્જી, ચારો અને બીજ ઉદ્યોગ, ચારાગાહ વિકાસ મશીનરી, સરકારી અને ખાનગી બેંકો, સહકારી સંસ્થાઓ, દુગ્ધ સંઘો અને ફેડરેશનો, વિવિધ રાજ્યોના ગૌ સેવા આયોગો, એનિમલ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ્સ, સંશોધન અને વિકાસ આધારિત ગૌ ઉત્પાદનો, ભારતીય દેશી ગૌ જાતિઓનું લાઇવ પ્રદર્શન તેમજ નેચરોપેથી, આયુર્વેદ અને પંચગવ્ય આધારિત સારવાર પદ્ધતિઓ સાથે જોડાયેલા બધી શ્રેણીઓના સ્ટોલ બુક થઈ ચૂક્યા છે, જે આ આયોજન પ્રત્યે દેશ-વિદેશથી મળી રહેલા વ્યાપક ઉત્સાહ અને વિશ્વાસને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
ગૌ ટેક 2026ના અધ્યક્ષ તથા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી શેખર મુદડાએ જણાવ્યું કે “ગૌ ટેક 2026” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના માર્ગમાં “મેક ઇન ઇન્ડિયા” અને “વોકલ ફોર લોકલ” જેવા અભિયાનને વધુ મજબૂતી આપશે. ગૌશાળાઓ અને પંજરાપોળોમાં ઉપલબ્ધ ગૌવંશમાંથી મળતું ગૌમૂત્ર અને ગોબર સહેલાઈથી ઉપલબ્ધ કાચો માલ છે, જેને વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ પહેલ ક્લીન ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના વિઝનને વધુ સશક્ત બનાવશે.
આ આયોજન અંતર્ગત કુલપતિ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેનો હેતુ દેશની યુનિવર્સિટીઓમાં “કામધેનુ ચેર”ની સ્થાપના કરવાનો છે, જેથી ગૌ આધારિત શિક્ષણ, સંશોધન અને નવીનતાને શૈક્ષણિક સ્તરે સંસ્થાગત સ્વરૂપ મળી શકે. આ ઉપરાંત મહિલા સંમેલન દ્વારા ગૌ આધારિત મહિલા ઉદ્યમિતા, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે, જ્યારે સંત સંમેલન દ્વારા ગૌ મહાત્મ્ય, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો પર વ્યાપક ચર્ચા થશે. પંચગવ્ય ચિકિત્સા સંમેલન પણ યોજાશે, જેમાં દેશભરના પંચગવ્ય ચિકિત્સકો, આયુર્વેદાચાર્યો, નેચરોપેથી નિષ્ણાતો અને સંશોધકો ભાગ લેશે. આ સંમેલનમાં પંચગવ્ય દ્વારા થતી ચિકિત્સા પદ્ધતિઓ, રોગ નિવારણ, રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા વૈજ્ઞાનિક સંશોધનના અનુભવો શેર કરવામાં આવશે. સાથે ગૌશાળા સંમેલન પણ યોજાશે, જેમાં દેશભરની ગૌશાળાઓના પ્રતિનિધિઓ, સંચાલકો અને ગૌસેવકો ગૌશાળા વ્યવસ્થાપન, આર્થિક આત્મનિર્ભરતા, ટેક્નોલોજીકલ ઉન્નતિ અને સરકારી યોજનાઓ અંગે વિચારવિમર્શ કરશે.
ગૌ ટેક 2026નું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ 20 માર્ચ 2026ના રોજ યોજાશે, જેમાં દેશ-વિદેશના ગણમાન્ય મહેમાનો હાજર રહેશે. આ સમારંભ દ્વારા ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શની અને સંમેલનનો ઔપચારિક આરંભ થશે. જ્યારે 23 માર્ચ 2026ના રોજ સમાપન સમારંભ યોજાશે, જેમાં ગૌ ટેક 2026ની સિદ્ધિઓ, કરાર, રોકાણ પ્રસ્તાવો અને ભવિષ્યની કાર્યયોજનાની જાહેરાત કરવામાં આવશે. આ સમાપન સમારંભ ગૌ આધારિત આંદોલનને આગળ વધારવાની નવી પ્રતિબદ્ધતાનું પ્રતિક બનશે.
“ગૌ ટેક 2026”ના પરિસરમાં ગૌ પરિક્રમા માર્ગ અને મોડલ ગૌશાળા યુનિટની સ્થાપના કરવામાં આવશે, જ્યાં ભારતીય દેશી ગાયોના જીવંત દર્શન કરાવવામાં આવશે. આ જ પરિસરમાં વૈદિક પરંપરા અનુસાર અગ્નિહોત્ર ગૌ યજ્ઞનું આયોજન પણ પ્રસ્તાવિત છે. આયોજનની પૂર્વ તૈયારી અંતર્ગત 15 માર્ચ 2026, રવિવારના રોજ ભવ્ય ભૂમિ પૂજન સમારંભ યોજાશે, જે આ ઐતિહાસિક આયોજનનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આરંભ ગણાશે.
ગૌ ટેક 2026 અંતર્ગત યોજાનારા સેમિનારોમાં ગૌ પર્યટન, ગૌ આરોગ્ય, ગૌ આયુર્વેદ, ગૌ પ્રોડક્ટ પ્રોસેસિંગ, પંચગવ્ય ઉત્પાદનો, ગૌ ઊર્જા અને બાયો-ફ્યુઅલ, ગૌ ગ્રામ મોડલ, કામધેનુ નગર, ગૌ છાત્રાલય અને ગૌ ઉદ્યમિતા તાલીમ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ સેમિનારો દ્વારા નીતિ, રોકાણ, નવીનતા અને જમીનસ્તરની અમલવારીને જોડીને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને એક મજબૂત અને વ્યવહારુ સ્વરૂપ આપવામાં આવશે.
આ આયોજનમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની હાજરી સાથે B2B બેઠકો, સ્ટાર્ટ-અપ ફંડિંગ, CSR અને ઇમ્પેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત વિશેષ સત્રો યોજાશે, જેથી ગૌ આધારિત ઉદ્યોગોને વૈશ્વિક રોકાણ અને બજાર સાથે જોડી શકાય. “ગૌ ટેક 2026” માત્ર એક પ્રદર્શની નહીં, પરંતુ રોકાણ, નવીનતા અને નીતિ સંવાદનું સશક્ત મંચ સાબિત થશે.
“ગૌ ટેક 2026”ને મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનું વિશેષ સમર્થન પ્રાપ્ત છે તેમજ ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા આ પ્રદર્શનીને ભાગીદારી માટે મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે MSME અંતર્ગત ભાગ લેનારા ઉદ્યોગકારોને અનુદાનનો લાભ મળી શકશે.
આ ઐતિહાસિક આયોજનને પરમ પૂજ્ય સંતશ્રી સ્વામી ચેતનાનંદ મહારાજ, રાંકા જ્વેલર્સ, પુના મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક ઉદ્યોગ સમૂહો, સામાજિક સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સક્રિય સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.
ગૌ ટેક 2026ના સફળ, સુવ્યવસ્થિત અને ઐતિહાસિક આયોજન માટે રચાયેલ ઓર્ગેનાઇઝિંગ કમિટી, કોર કમિટી, એકોમોડેશન કમિટી, સેમિનાર કમિટી, કલ્ચરલ કમિટી, VIP ગેસ્ટ કમિટી, પ્રેસ–મીડિયા કમિટી, સોશિયલ મીડિયા કમિટી, IT કમિટી, ફંડ રાઈઝિંગ કમિટી, મહિલા સશક્તિકરણ કમિટી, એવોર્ડ્સ અને મોમેન્ટો કમિટી, NRI અને ફોરેન ઇન્વેસ્ટર્સ કમિટી, સાધુ–સંત કમિટી તથા ગૌશાળા કમિટીના તમામ પદાધિકારીઓ અને સભ્યો પૂર્ણ સમર્પણ, સેવા ભાવના અને ટીમ ઉત્સાહ સાથે કાર્યરત છે. દરેક કમિટીએ પોતાના દાયિત્વોને ગંભીરતાપૂર્વક સ્વીકારી દિવસ-રાત સતત પરિશ્રમ કરી આયોજનની યોજના, સંકલન, અમલ અને મહેમાનોની સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તમામ કમિટીઓના સામૂહિક પ્રયાસો, શિસ્ત, પારદર્શિતા અને દુરદર્શી વિચારધારાના પરિણામે ગૌ ટેક 2026ને એક આદર્શ, પ્રેરણાદાયક અને રાષ્ટ્રવ્યાપી આંતરરાષ્ટ્રીય સ્તરનું સફળ આયોજન બનાવવાની દિશામાં દૃઢ પ્રગતિ થઈ રહી છે, જે નિશ્ચિતપણે ગૌ આધારિત અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ અને નવીનતાને નવી ઊંચાઈએ લઈ જશે.
આ કાર્યક્રમ દરમિયાન ગૌ ઉદ્યોગસાહસિકતા તથા ગૌસેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ૨૦થી વધુ વિવિધ શ્રેણીઓમાં “ગૌ ટેક એવોર્ડ્સ” આપવામાં આવશે. ઉપરાંત, ગોબર અને ગોમૂત્ર આધારિત વ્યાવસાયિક તેમજ દૈનિક ઉપયોગી ઉત્પાદનો બનાવવાની લાઈવ તાલીમ પણ આપવામાં આવશે, જેના દ્વારા સ્વયં સહાય સમૂહો, મહિલાઓ, યુવાઓ તથા ગૌશાળા સંચાલકોને આત્મનિર્ભર બનવા માટે સશક્ત બનાવવામાં આવશે.
ગૌ ટેક 2026ને માર્ગદર્શન આપવા તેના ચીફ પેટ્રન તરીકે પદ્મશ્રીથી સન્માનિત વૈજ્ઞાનિક વિજય ભાટકરજી, ભારત સરકારના પૂર્વ મંત્રી પ્રકાશ જાવડેકરજી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથાIFFCOના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું સાન્નિધ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે.
ચાર દિવસીય આયોજન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, ભારત સરકાર, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તથા અનેક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો આયોજન સ્થળની મુલાકાત લેશે.
સમાજના તમામ વર્ગો, ઉદ્યોગજગત, વેપારી સંસ્થાઓ, સહકારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ તેમજ ગૌ-સેવા સાથે જોડાયેલા દાતાઓને “ગૌ ટેક 2026” માટે આર્થિક સહયોગ (Sponsorship) અને આપવા હાર્દિક અપીલ કરવામાં આવે છે. ગૌ આધારિત વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતા, સ્ટાર્ટ-અપ, મહિલા અને યુવા ઉદ્યોગસાહસિકતા તેમજ પર્યાવરણ સંરક્ષણને સમર્પિત આ રાષ્ટ્રીય સ્તરના આયોજનનો હેતુ સમાજહિત અને રાષ્ટ્રહિત છે. સમાજ તરફથી મળનારું આ સહયોગ આયોજનને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા, ગ્રામિણ અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા અને ભારતીય ગૌ આધારિત પરંપરાગત જ્ઞાનને વૈશ્વિક ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
GCCIના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગરએ જણાવ્યું કે ગૌ ટેક તરફથી તમામ ગૌપ્રેમીઓ, ગૌ આધારિત સ્ટાર્ટ-અપ્સ, મહિલા ઉદ્યોગકારો, જૈવિક ખેડૂતો, ગૌશાળાઓ, સંશોધકો અને ટેક્નોલોજીકલ નવીનકારોને “ગૌ ટેક 2026”માં સ્ટોલ બુક કરી તેમના ઉત્પાદનો, સેવાઓ અને વિચારોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે. સ્ટોલ બુકિંગ માટે ઇચ્છુક ભાગ લેનારોએ મો. 93419 28011, 79874 41471, 83201 77647 અથવા Email: info@gautechexpo.in પર સંપર્ક સાધવો.
“ગૌ ટેક 2026”ને ઉચ્ચ સ્તરીય, સુવ્યવસ્થિત અને યાદગાર બનાવવાના હેતુથી ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી તરીકે Toredo Fairs India Pvt. Ltd. ની પસંદગી કરવામાં આવી છે. આ એજન્સીના શ્રી મનિષ ચતુર્વેદી Gau Techના વિઝન અને ગૌ આધારિત ચળવળ સાથે જોડાયેલા છે. પ્રદર્શન આયોજનથી માંડીને આંતરરાષ્ટ્રીય ધોરણની સ્ટોલ રચના, પ્રતિભાગી સંકલન અને સમગ્ર કાર્યક્રમના સુચારુ સંચાલન સુધી Toredo Fairs India Pvt. Ltd. ની અનુભવી ટીમ ગૌ ટેક ૨૦૨૬ને એક પ્રભાવશાળી, વ્યાવસાયિક અને સફળ મહોત્સવ બનાવવા માટે પૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરી રહી છે.
“ગૌ ટેક 2026” ને સફળ બનાવવા માટે GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથિરિયાના માર્ગદર્શન હેઠળ, ગૌ ટેક 2026 ના અધ્યક્ષ તથા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી શેખર મુદડા, GCCI ના જનરલ સેક્રેટરી મિત્તલ ખેતાણી, રમેશભાઈ ઘેટીયા, હંસરાજભાઈ ગજેરા, અમિતાભ ભટ્ટનાગર, પુરીશકુમાર, સમસ્ત મહાજનના ગિરીશ શાહ, મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના સભ્યો ડૉ. નિતિન માર્કંડેય, શ્રી સંજય ભોસલે, શ્રી ઉદ્ધવ નેરકર, ડૉ. સુનિલ સૂર્યવંશી, સનત કુમાર ગુપ્તા, દીપક ભગત, શ્રી મનીષ વર્મા, શ્રી પરેશ શાહ તેમજ GCCI મહારાષ્ટ્ર ટીમના સભ્યો ડૉ. દિલીપ કુલકર્ણી, મંગલ અકોલે, મહેશ લુહાર, વિનાયક પાટીલ, કૌસ્તુભ દેશપાંડે, મલ્હાર ચણિયારા, રમેશ ઓસવાલ, ભાગ્યશ્રી ચૌંડે, અશ્વિની પાટીલ, ડૉ. દેશમુખ, રાજેન્દ્ર ચૌહાણ, દિલીપ કાલે, સુરેશ ધર્માવત, મગરાજ રાઠી સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ જહેમત ઉઠાવી રહ્યા છે.













































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































