વિશ્વ કલા દિવસ: સર્જનાત્મકતા અને કલાનો વૈશ્વિક ઉત્સવ

કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કલા દિવસના વિશેષ અવસરે કલામાં રસ ધરાવતા લોકો તેમની કલાનું પ્રદર્શન કરે છે. કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કલા દિવસના વિશેષ અવસરે કલામાં રસ ધરાવતા લોકો તેમની કલાનું પ્રદર્શન કરે છે. 15 એપ્રિલ 2012ના રોજ પ્રથમ વખત વર્લ્ડ આર્ટ ડે એટલે કે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
લિયોનાર્ડો દ વિન્સી એક મહાન ઈટાલિયન ચિત્રકાર, શિલ્પકાર, આર્કિટેક્ટ, સંગીતકાર, કુશળ મિકેનિક, એન્જિનિયર અને વૈજ્ઞાનિક હતા. તેમણે કળામાં શ્રેષ્ઠતા હાંસલ કરી હતી.
તેમને સમગ્ર વિશ્વમાં સન્માન મળ્યું અને તેમની જન્મજયંતિ પર વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2017 માં world art dayને અમેરિકામાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ આર્ટ દ્વારા માન્યતા આપવામાં આવી હતી.
યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) અનુસાર, વિશ્વ કલા દિવસનો ઉદ્દેશ્ય કલાના ક્ષેત્રમાં લોકોની રુચિ વધારવાનો છે.
















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































