#Blog

ડેકોરા બિલ્ડરસ દ્વારા વરસાદી પાણી માટે નવા પ્રોજેક્ટમાં Rcc નો ટાંકો બનાવીને ફ્લેટ હોલ્ડર્સને ભેટ.

અમૃત સમાન વરસાદી  શુદ્ધ જળ એ જ જીવન માટે ઉત્તમ એ કહેવતને સાર્થક કરતા રાજકોટના ડેકોરા અગ્રણી બિલ્ડર્સ નિખિલભાઇ જમનભાઈ પટેલ દ્વારા રાજકોટના કાલાવડ રોડ ડેકોરા સિટીની બાજુમાં ડેકોરા મોન્ટેકાર્લો બિલ્ડીંગમાં વરસાદી સિઝનમાં અગાસી પર નુ વરસાદી પાણી થી ફ્લેટમાં રહેનાર વ્યક્તિઓના પરિવારના આરોગ્ય માટે હંમેશા અમૃત સમાન સાબિત થાય તેવા વરસાદી  શુદ્ધ પાણીનો સ્ટોરેજ કરવા કરવા માટે વિશાળ પાણી ટાંકો બનાવવામાં આવેલ છે જે સામાન્ય રીતે વરસાદી પાણી થી ઉત્તમ એક પણ પ્રકારનું પાણી ન હોય કારણ કે આકાશમાંથી સીધું ઝીલવામાં આવે છે એટલે કોઈ પણ જાતના કેમિકલ કે ગંદકીના ભેળસેળ વિના કાયમીના ડેકોરા મોન્ટે કાર્લો  બિલ્ડીંગ માં રહેતા પરિવારને પીવા અને રસોઈ બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક પાણીનું જતન કરવામાં આવેલ છે.

ડેકોરા બિલ્ડર્સની સરાહનીય કામગીરી જોઇને રાજકોટના દરેક બિલ્ડર્સ અને પ્રાઇવેટ પોતાના મકાન અને ફેક્ટરી કે સોસાયટી બનાવતા હોય અને બંગલા બનાવતા હોય તેમાં એક વ્યક્તિ દીઠ ૩ થી ૫ એટલે કે વર્ષે 1200 થી 1500 લીટર પાણીનો સ્ટોરેજ થાય સામાન્ય રીતે પરિવારમાં ત્રણથી પાંચ જણા હોય તો ૫૦૦૦ થી ૭૦૦૦ જમીનની અંદર RCC પાણીનો ટાંકો બનાવવામાં આવે તો જે ડેમો ની અંદર ખેતીમાંથી ધોવાય ને આવતા પેસ્ટીસાઈડ કેમિકલો અને ઝેહેરી ખાતરો તેમજ ઇન્ડસ્ટ્રીઝોમાંથી ગંદકી અને કેમિકલો ધોવાય અને આ બધું પીવાના પાણીના ડેમમાં આવતું હોય છે. અને તેનાથી શરીરમાં અનેક પ્રકારના રોગો આવે છે જો આનાથી બચવું હોય તો દરેક લોકોએ વરસાદના પીવાના પાણીનો ટાંકો બનાવી અને વધારાનું પાણી રિચાર્જ બોરમાં જવા દેવામાં આવે તો જમીનની અંદર પાણીના તળ પણ ઊંચા આવે છે જેનાથી પર્યાવરણને ખૂબ જ ફાયદો થાય છે અને સામાન્ય રીતે પરિવારની સાથે દેશની આર્થિક સમૃદ્ધિમાં ખૂબ મોટો વધારો થાય છે.

જળસંચય માટેના કાર્યો ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઉંડા તેમજ નવા ચેકડેમો બનાવવા બોર-કુવા રિચાર્જ, ખેત   તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વૈચ્છિક સંસ્થા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *