#Blog

મનુભાઈ મીરાણી સંચાલિત (‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ (નિઃશુલ્ક’ રાજકોટ આયોજીત શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) ના સહયોગથી લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ માટે નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ ઓનલાઈન પરીચય મેળો‘


સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 રઘુવંશી લગ્નોત્સુક ડોકટર્સ ભાગ લેશે

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 25 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી ચલાવવામાં આવે છે.
મનુભાઈ મીરાણી સંચાલિત (‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ (નિઃશુલ્ક’ રાજકોટ આયોજીત શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) ના સહયોગથી ડોકટર્સ રઘુવંશી યુવક યુવતીઓ માટે ‘શ્રી રઘુવંશી ડોકટર્સ ઓનલાઈન પરીચય મેળા‘ નું આયોજન તા.10/05/2026, રવીવારનાં રોજ સાંજે 4-૦૦ કલાકે થી મેચીંગ વર્ષના ગ્રુપ પ્રમાણે કરાયું છે.
ઉંમરના મેચીંગ ગ્રુપ પ્રમાણે દરેક ઉમેદવારને ઓનલાઈન પી.ડી.એફ. ફાઈલ વ્હોટસએપમાં મળી જશે. પી.ડી. એફ. ફાઈલ તૈયાર કરવાની હોવાથી રજીસ્ટ્રેશન તા.08/05/2026 સુધીમાં કરી દેવું ફરજીયાત છે.‘શ્રી રઘુવંશી ડોકટર્સ ઓનલાઈન પરીચય મેળા‘ ના વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે મિતલ ખેતાણી (મો. 98242 21999), સંજયભાઈ કકક્ડ (મો. 98240 43799) પર ડોકટર્સ લખી મોકલી આપવા વિનંતી કરાઈ છે. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. નિઃશુલ્ક, ઓનલાઈન “શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા” નાં મોબાઈલ મેસેજ તમામ “શ્રી રઘુવંશી ડોકટર્સ ગ્રુપ” માં ફોરવર્ડ કરવા તેમજ સૌને આ અંગે માહિતગાર કરવા મનુભાઈ મીરાણી દ્વારા વિનંતી કરાઈ છે.
પરીચય મેળામાં ભાગ લેનાર ઉમેદવારે બાયોડેટા JPG ઈમેજમાં વ્હોટસએપ નંબર ઉપર મોકલવા બાયોડેટાની સાથે ઉમેદવારે પોતાના બે ફોટોગ્રાફ્સ JPG ઈમેજમા પોતાનું નામ લખીને મોલકવા ફરજીયાત છે. વ્હોટસએપમાં બાયોડેટા મોકલ્યા બાદ ઉમેદવારે ફોન કરીને કન્ફર્મ કરવાની જરૂર નથી.
‘શ્રી રઘુવંશી ડોકટર્સ ઓનલાઈન પરીચય મેળા‘ ની વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો. 94284 66663) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *