ખેડૂતોના શક્તિ કરણ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વેગ આપતા એગ્રીવડ એક્સપો માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેના માટે સ્ટોલ દ્વારા અને તારીખ : 21 શનિવારે 11 થી 1 વાગ્યા સુધી સેમીનારનું આયોજન કરેલ છે.

રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં તારીખ 20 ,21 ,22 ડિસેમ્બર ના રોજ ભારતનું સૌથી મોટો કૃષિ એગ્રી વર્ડ એક્સપો નું આયોજન ખેડૂતોને સશક્ત બનાવી ગ્રામીણ તેમજ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 400 થી વધુ કંપનીઓ દ્વારા કૃષિ ને લગતી નવીન ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કૃષિ સંલગ્ન ના આદાન-પ્રદાન અને કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાથે નેટવર્કિંગ માટેનું વિશિષ્ટ પ્લેટફોર્મ દ્વારા અનેક કંપનીઓ જોડાવાથી ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના પ્રયાસ ને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિચારધારા આપી ને વેગ આપવા માટે કૃષિ,ડેરી,પશુપાલન બાગાયતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટેટહોલ્ડર્સ સાથે લાંબા ગાળાની ભાગીદારી થી દેશના ખેડૂત અને સરકારને ખૂબ જ લાભ થશે જેનાથી દરેક જનતાને ખૂબ જ મોટો ફાયદો થશે પણ આ દરેક કાર્યમાં વરસાદી શુદ્ધ પાણીની ખૂબ જરૂરિયાત હોય તો આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી શુદ્ધ અમૃત સમાન પાણી ખેત ઉત્પાદનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, તેના જતન માટે સંસ્થા દ્વારા ચેકડેમ રીપેરીંગ, ઊંડા, ઉંચા તેમજ નવા બનાવવાના સંકલ્પ સાથે આ એક્સ્પોમાં આખા દેશમાંથી આવનાર દરેક ખેડૂતો ઉદ્યોગપતિઓ વરસાદી પાણીનું યોગ્ય જતન કરવાનો સંદેશો પહોંચે તેના માટે સ્ટોલ દ્વારા સમજાવવામાં આવશે અને તારીખ 21 ડિસેમ્બરના રોજ સવારે 11 થી 1:00 વાગ્યા સુધી વરસાદી પાણીનું યોગ્ય મહત્વ સમજાવવા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે, તો દરેક ગામડા ના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ વધુમાં વધુ આ સ્ટોલની મુલાકાત લે અને સેમિનાર નો લાભ લઈ પોતાના પરિવારના રક્ષણ માટે ખેતીમાં વિકાસ કરી અને દેશનું ભવિષ્ય ઉજળુ બનાવવા વધુમાં વધુ ભાગ લે તેવી ગીરગંગા પરિવાર ટ્રસ્ટની વિનંતી સાથે આમંત્રણ છે.