ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા ગૌશાળાઓ–પાંજરાપોળોની સહાય યોજનાનીવિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળાઓ–પાંજરાપોળોને લાભ લેવા અપીલ

રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ–2025-26 માટે બોર્ડની વિવિધ સહાયકારી યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આઈ-ખેડુત પોર્ટલ 2.0 ( ikhedut 2.0 Gujarat State Portal ) પર તા. 01-09-2025 થી તા. 30-09-2025 દરમ્યાન અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, પશુ ચિકિત્સા અધિકારીશ્રી અને જીલ્લા નોડલ અધિકારીશ્રીની ભલામણ સહીત અને અરજી ફોર્મમાં જણાવેલ બિડાણ સહિતની અરજી, ઓનલાઈન કર્યા તારીખથી દિન-30 પહેલા બોર્ડને ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, બ્લોક નં. 7/2, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર પર બોર્ડને મોકલી આપવાની રહેશે. જિલ્લા નોડલ અધિકારીશ્રીની યાદી બોર્ડની ઉપર જણાવેલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ઓનલાઈન કર્યા તારીખથી દિન-30 બાદ મોકલી આપેલ અરજી માન્ય રહેશે નહી.
આ યોજનાઓનો લાભ ગુજરાતની તમામ ગૌશાળાઓ–પાંજરાપોળોને મળે અને સરકારની ભાવના પણ સાચા અર્થમાં સાર્થક થાય તેવી ઉમદા અને પવિત્ર ભાવનાથી ગુજરાત સરકારની આ યોજનાઓનો લાભ લેવા ગૌશાળા–પાંજરાપોળોને અપીલ કરી છે.
સભ્ય સચિવ—સહ—સંયુકત પશુપાલન નિયામક
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ,
ગુજરાત રાજય, ગાંધીનગર