ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી ના જતન માટે મિટિંગનું આયોજન.

Blog

વરસાદી પાણીનું કેટલું મહત્વ હોઈ તે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ખેડૂતો એ સમજીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને (BJS)જૈન સગંઠન ફાઉન્ડેશન દ્વારા એક મિટિંગનું આયોજન કરેલ જેમાં ગામના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં જોડાયેલ. કારણ કે ગયા વર્ષે આ ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગામ લોકોના આર્થિક સહયોગથી એક ચેકડેમનો જીર્ણોધાર કરવામાં આવેલ જેનાથી ગામના ખેડૂતોને ખેતીમાં સારો એવો ફાયદો થયેલ તેથી આ ગામના સરપંચ શ્રી શતૂભા જાડેજા દ્વારા ફરી આ વર્ષે ગામના ખેડૂતોની મિટિંગ બોલાવી અને વરસાદી પાણીનું ખરેખર આ જીવનમાં કેટલું મહત્વ છે તેના માટે સ્વયંભુ ગામ લોકોએ જોડાય જવું જોઈએ.
મોડા વાગુદળ ગામના સરપંચ શ્રી શતૂભા જાડેજા એ જણાવેલ કે, આપણે આપના પરિવારના દરેક સભ્યોનું ભરણ પોષણ આપણી ખેતીમાં થતા ઉત્પાદનથી કરતા આવ્યા છીએ પણ આજે દિવસે દિવસે જમીનના તળમાં પાણી ખુબજ ઉંડા જતા રહયા છે, કારણકે આપણે જમીનમાંથી પાણી કાઢતા રહયા પણ જમીનના તળમાં પાણી ઉતારવાનું ભૂલી ગયા.
શરદભાઈ શેઠ એ જણાવેલ કે, જીવનમાં સૌથી ઉતમ કઈ હોય તો તે વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણી છે, અને તેના વીના જીવન અશકય છે, તે આપણે સૌ જાણીએ છીએ છતા આપડે તેના પ્રત્યે ગંભીરતા રાખતા નથી તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે જે કાર્ય થઈ રહ્યું છે, તેમાં આપણે જોડાવવું જોઈએ.
લાફીગ ક્લબ અને ઉમા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રવીણભાઈ ભુવા દ્વારા જણાવેલ કે, નર્મદાનું પાણી નેવેથી મોભારે ચડાવવા જેવી હાલત છે, તો આપણે આપણા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જોડાવવું જોઈએ.
મોડા વાગુદળ મીટીંગમાં સરપંચ શ્રી શતૂભા જાડેજા, શરદભાઈ શેઠ, અનિરુધ્ધસિહ જાડેજા, RSS પ્રમુખ અનિલભાઈ ભૂત, રાજેન્દ્રસિહ જાડેજા, ગણેશભાઈ મુંગરા, પ્રભાબેન ભૂત, જેરામભાઇ ભૂત, કરમશીભાઈ પનારા, સખી મંડળ, સ્વ.ગીરીશભાઈ ગડાળા, સ્વ.હસમુખભાઈ ધેટિયા, ઇન્દુભાઈ પનારા, ગૌરીબેન પનારા, સપનાબેન પનારા, પીતાંબરભાઈ ગડારા, રાજભા જાડેજા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ભુવા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરેએ જહેમત ઉઠાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *