#Blog

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ રાજકોટ આયોજીત શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) ના સહયોગથી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન તેમજ હાઈ એજયુકેશન ધરાવતા રઘુવંશી યુવક યુવતીઓ માટે ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળો’ યોજાયો

સમગ્ર વિશ્વભરમાંથી 175 રઘુવંશી લગ્નોત્સુક યુવક યુવતીઓ ભાગ લીધો.

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 25 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી ચલાવવામાં આવે છે.
મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ રાજકોટ આયોજીત શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) ના સહયોગથી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન તેમજ હાઈ એજયુકેશન ધરાવતા રઘુવંશી યુવક યુવતીઓ માટે ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળાનું આયોજન કરાયું હતું.
સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓને અનુકૂળ પાત્ર મળી રહે તેવા શુભ હેતુથી ઓનલાઇન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી પરીચય મેળા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વભરમાંથી 175 લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન તેમજ હાઈ એજયુકેશન ધરાવતા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.
મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ રાજકોટ આયોજીત શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) ના સહયોગથી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન તેમજ હાઈ એજયુકેશન ધરાવતા રઘુવંશી યુવક યુવતીઓ માટે ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળા’ ના માધ્યમથી દરેક ઉમેદવારને પોતાનું મનપસંદ પાત્ર મળી જાય તે માટે મનુભાઈ મીરાણી, મિતલ ખેતાણી, સંજય કક્કડ, જયેશ ઠક્કર, નીતિન રૂપારેલિયા, દિલીપ કુંડલિયા, કિરણ ધામેચા, રાજેશ કારીયા સહિતનાઓની ટીમે જહેમત ઉઠાવી હતી.
વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.94284 66663) પર બપોરે 12-00 થી 01-00 દરમ્યાન સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *