#Blog

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′ અંતર્ગતરાજય વ્યાપી અને ભારતનાં વિવિધ રાજયોમાં પણ પક્ષી સારવાર કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા, વૈશ્વિક સ્તરે શાકાહાર પ્રચાર-પ્રસાર અભિયાન તેમજ ઉતરાયણ સંદર્ભે ડોનેશન કાઉન્ટરની વ્યવસ્થા માટે ખાસ મિટિંગનું આયોજન, નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જયંતીભાઈ પરસાણા (જાણીતા બિલ્ડર), જયંતભાઈ સેજપાલ (જયશિયારામ પેંડાવાળા), અરવિંદભાઈ પાટડિયા (સોની સમાજના અગ્રણિ), હરિશભાઈ ભાલાણી (યુ.એસ.એ), હિરેનભાઈ હાપલિયા (જાણીતા બિલ્ડર), શેતુરભાઈ દેસાઈ (અર્હમ યુવા સેવા ગ્રુપ અને તેમની ટીમ), દિનેશભાઈ પટેલ, સુરેશભાઈ બાટવિયા, હિતેશભાઈ ખખ્ખર, મનોજભાઈ ચૌહાણ, ચંદુભાઈ રાયચુરા, જયંતીભાઈ નાગદિયા (શ્રીજી ગૌશાળાન), ચંદ્રેશભાઈ પટેલ (કિશાન ગૌશાળા), પારસભાઈ મોદી તથા તેમની ટીમ (જીવદયા ગ્રુપ), ભાવનાબેન મંડલી (અંગદાન કાર્યકર્તા) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગત પોતાનું માર્ગદર્શન આપ્યુ હતું.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગત ‘બર્ડ ટ્રીટમેન્ટ કંટ્રોલ રૂમ’ની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા આ ‘કરૂણા અભિયાન’માં જીવદયાની પ્રવૃત્તિને આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપ્યું હતું.

રાજ્ય સરકારના જીવદયા પ્રેમી અભિગમ અંતર્ગત કરુણા અભિયાન 2026 દરમિયાન ઘવાયેલા પક્ષીઓના ત્વરિત બચાવ અને સારવાર માટે આગામી તા. 10 થી 20 જાન્યુઆરી સુધી વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત તા. 13, 14 અને 15 જાન્યુઆરીના રોજ રાજકોટના ત્રિકોણબાગ ખાતે મેગા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જ્યાં અદ્યતન સારવાર સુવિધાઓ સાથે પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી કરવામાં આવશે. આ મેગા કંટ્રોલ રૂમ ખાતે જાહેર જનતા ખાસ હાજર રહી જીવદયા સેવાના કાર્યોને નિહાળી શકે તેવા આયોજન પણ કરવામાં આવ્યા છે. કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ હેતુથી લોકોને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા, તેમજ પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 દરમિયાન તેમજ સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન પતંગ ન ચગાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર અભિયાનમાં શહેરના સેવાભાવી સંગઠનો અને સ્વયંસેવકો પણ સક્રિય રીતે જોડાઈ પક્ષીઓના બચાવ અને સારવાર માટે સેવા આપશે, તેવી ભાવભરી અપીલ જાહેર જનતાને કરવામાં આવી છે.

અત્રે ઉલેખનીય છે કે સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા, ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટના દવાખાનામાં અત્યાર સુધીમાં 13 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 11 (અગિયાર) એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 12000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ‘જીવદયા રથ’ દ્વારા દરરોજ પશુ, પક્ષીઓ તેમજ કીડી, ખિસકોલી જેવા જીવો સહિતનાં પશુઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરના અલગ-અલગ શહેરો અને ગામડાઓમાંથી જીવદયા પ્રેમીઓ, પશુપાલકો તેમજ પાલતુ પશુ-પંખીઓના માલિકો સારવાર માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- રાજકોટ ખાતે આવે છે અને સંસ્થા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવેલા જીવદયા પ્રેમી – પશુપાલકોના પ્રાણીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે.   ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગત યોજાયેલ મીટીંગને સફળ બનાવવા માટે ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મિતલ ખેતાણી (મો.98242 21999), શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી (મો.99980 30393), રમેશભાઈ ઠકકર, ધીરેન્દ્રભાઈ કાનાબાર (મો. 9825077306), ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાની ટીમે જેહમત ઉઠાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *