“સંવાદના માધ્યમથી પોતાને અને સમાજને ઊંડી સમજ પ્રાપ્ત થાય છે” – આચાર્ય લોકેશજી
વિશ્વ શાંતિ અને સદભાવના સ્થાપનામાં આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ યોગદાન – શ્રી શ્રી રવિશંકરજી
અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અને વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ આર્ટ ઓફ લિવિંગના મુખ્યાલય ખાતે યોજાયેલી સંવાદ સંગ્રોષ્ઠીમાં હાજર વિશાળ જનમેદનીને આધ્યાત્મિકતા અને સમાજકલ્યાણના વિવિધ મુદ્દાઓ પર સંબોધિત કર્યા. વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે સંવાદ પરસ્પર સમન્વય, સદભાવના અને શાંતિ સ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ માધ્યમ છે. ધર્મ અને આધ્યાત્મને સમાજ સેવામાં જોડીને રાષ્ટ્ર નિર્માણ અને વિશ્વ કલ્યાણ માટે સદાય અગ્રેસર રહેવું જોઈએ. આધ્યાત્મિક સંવાદનો હેતુ એ છે કે તે આપણને પોતાનું અને સમાજનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપે, જેના દ્વારા આપણે જીવનનો અર્થ અને હેતુ સમજવા માટે સક્ષમ બનીએ. આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીએ જણાવ્યું હતું કે આચાર્ય લોકેશજીએ વિશ્વ શાંતિ અને સદભાવના માટે જે યોગદાન આપ્યું છે તે અદ્વિતીય છે. આ વર્ષે ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપના કરીને તેમણે ભારતીય મૂલ્યો અને આદર્શો દ્વારા સમાજ કલ્યાણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે. તેમના વિશ્વ શાંતિના પ્રયાસોમાં અમે તેમનાં સાથે છીએ.