પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ

પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન અને જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ છે.
પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત માટેનું આયોજન હાલમાં વિશ્વભરમાં ચિંતાઓનું કારણ બની રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને દેશ અને રાજ્યમાં વિવિધ સ્તરે જળ સંચયના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. નદીઓ અને નહેરોને અલગ-અલગ સ્તરે ઉંડા કરીને ભૂગર્ભમાં વધુમાં વધુ પાણી કેવી રીતે પંપ કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈએ જળ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમણે જલતારા પ્રોજેકટ દ્વારા પરતુર અને મંથા તાલુકામાં જળક્રાંતિ કરી છે. તેમનો મુખ્ય ધ્યેય પાણી અને પર્યાવરણના મુદ્દાઓને પ્રાથમિકતા આપી તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. તેમને ‘જલદુર્ગા ગૌરવ’ સન્માન પ્રાપ્ત થયેલ છે.

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































