#Blog

મકરસંક્રાંતિ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

Ø સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈનની ૨૧ વર્ષની જીવદયા યાત્રા

Ø ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૧૨ લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર

Ø જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની.

Ø વાર્ષિક છ કરોડના માતબર ખર્ચે સેવારત નિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન, નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ, શેલ્ટર (પાંજરાપોળ) સેવારત

Ø વિશ્વનું સૌપ્રથમ એવું, પશુ-પક્ષીઓ માટેનું રોજીંદુ હરતુ ફરતુ અન્નક્ષેત્ર પણ સેવારત

Ø સમગ્ર ભારતમાંવિશ્વમાં આ પ્રકારની હેલ્પલાઇન ચાલુ થાય તેવું ધ્યેય

Ø સંસ્થા દ્વારા રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયા, ગૌસેવા, અભયદાન, શાકાહાર, જીવરક્ષા પ્રવૃતિઓનો સતત પ્રચાર-પ્રસાર

Ø ગૌમાતામાં વ્યાપ્ત લમ્પી રોગની ૨૦,૦૦૦ જેટલી ગૌમાતાઓને સમગ્ર ગુજરાત તથા રાજસ્થાનમાં લમ્પી રોગથી બચાવવા રસીકરણ કરાયું, સારવાર અપાઈ

Ø સંસ્થાનાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સમગ્રપણે ૯૦ લાખ જેટલા લોકો વર્ચ્યુઅલી જોડાયા છે

રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ કર્યા બાદ સંસ્થાએ આ પ્રકારના બીજા અનેકો અન્નક્ષેત્રો ચાલુ કરવાની અન્ય સંસ્થાઓને પ્રેરણા આપવામાં સફળ બન્યા. સંસ્થાની 21 વર્ષની સેવા યાત્રાની સફળતામાં સંસ્થાના કર્મયોગી ડોકટર્સ તેમજ અન્ય ૭૦ જેટલા કર્મયોગી કર્મચારીઓની રાત-દિનની જહેમત પણ રંગ લાવી છે. છેલ્લા ૨૧ વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’, ‘એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. રસ્તે રઝળતાં નિરાધાર બીનવારસી પશુ પક્ષીઓની તેમજ રેલ્વે ટ્રેક પર અકસ્માતે ઘવાયેલી ગૌમાતાઓને અને રોડ અકસ્માતનો ભોગ બનેલ નાના–મોટા પશુઓને પણ આ સારવાર લાભ મળે છે. જેને કોઇ પુછનાર નથી એવા અબોલ જીવોની સારવારનું કાર્ય સૌના સાથ-સહકારથી થાય છે. અત્યાર સુધીમાં ૧૨ લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, અગિયાર એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ ૧૨,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન-સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ માં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કુતરીઓના ૬૫૦ જેટલા સીઝરીયન ઓપરેશન, ૬૭૩ થી વધારે ગૌ માતાના હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગૌશાળામા ૨૬૦ જેટલા પશુ રોગ નિદાન-સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતનો સર્વ પ્રથમ એવો “પશુ-પક્ષીઓના અંધત્વ નિવારણ માટેનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, સતત કરવામાં આવે છે. ગૌમાતામાં વ્યાપ્ત લમ્પી રોગની ૨૦,૦૦૦ જેટલી ગૌમાતાઓને સમગ્ર ગુજરાત તથા રાજસ્થાનમાં લમ્પી રોગથી બચાવવા રસીકરણ કરાયું, સારવાર અપાઈ.

ગૌશાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા – ટ્રેવીસ તેમજ અન્ય સાધન સામગ્રી ફીટ કરાવવી સહીતની પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. સૌરાષ્ટ્રના સૌપ્રથમ એવા શ્વાન તથા બિલાડીઓના માટેના “દંત ચિકિત્સા કેમ્પ”, ‘‘ચર્મ ચિકિત્સા કેમ્પ, “નેત્ર ચિકિત્સા કેમ્પનું” આયોજન કરવામાં આવ્યું હતુ. કતલખાને જતા ગૌવંશ, ગૌમાતા, મરઘા, પક્ષીઓ વિ. ને બચાવવામા ટ્રસ્ટ આવી પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને મદદ રૂપ થાય છે. અનેકવાર માછીમારીની જાળ પકડીને હજારો માછલીઓને બચાવાઈ છે. ૨૧ વર્ષમા ૨૫ લાખ ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનુ નિઃશુલ્ક વિતરણ કરાયુ છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં છે. સંસ્થા દ્વારા નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ અને પાંજરાપોળ પણ ચલાવવામાં આવે છે.

સંસ્થા મકરસંક્રાંતિ  દરમિયાન રાજ્ય સરકારનું સૌથી મોટું ‘કરુણા અભિયાન’ શરુ કરાવવામાં નિમિત્ત બની છે. ભારત સરકારનો સૌથી મોટો એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા એનિમલ રેસ્ક્યુ પ્રોજેક્ટ શરુ કરવામાં નિમિત્ત બની છે. સંસ્થા દ્વારા વિવિધ જીવદયા પ્રવાસોનું પણ આયોજન થાય છે. સંસ્થાનાં ડીજીટલ પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, લીંકડીન, વોટ્સએપ ઈત્યાદી પર સમગ્રપણે ૯૦ લાખ જેટલા લોકો વર્ચ્યુઅલી જોડાયા છે જેના માધ્યમથી માનવતા, જીવદયા, શાકાહાર તેમજ સેવાકીય સંસ્થાઓની પ્રવૃતિઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. વિવિધ સેવા કાર્યો કરતા લોકોનાં ઈન્ટરવ્યૂ પણ પ્રસારિત થતાં રહે છે જેથી અન્ય લોકોને – સંસ્થાઓને – સેવકોને પ્રેરણા મળે, માર્ગદર્શન મળે.   

જુની શ્રીજી ગૌશાળા(ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ,વાવડી,રાજકોટ) ખાતે સંસ્થાની વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટરમાં અંદાજે ૧૨૦૦  જેટલા બીમાર, અશકત, ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, દરરોજ મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ ક્વાટર્સ બર્ડ હાઉસ, નાની ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવીધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવીધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. સંસ્થા દ્વારા નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જુની શ્રી ગૌશાળા(ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે તેમજ શેણી મેમોરિયલ ટ્રસ્ટ, ન્યુ શ્રેયસ સ્કૂલ સામે, શેઠનગરની બાજુમાં, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડની પાછળ, નાગેશ્વર તીર્થ સામે, માધાપર ચોકડી પછી, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, જામનગર રોડ, રાજકોટ, તીરૂપતીનગર-૧, કેન્સર હોસ્પીટલ સામે, હનુમાન મઢી ચોક પાસે, રાજકોટ ખાતે સંસ્થાની નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ) ચલાવવામાં આવે છે.

 દુષ્કાળ સમયે ૭ કેટલ કેમ્પોના માધ્યમથી ૬,૫૦૦ જેટલી ગૌમાતા,ગૌવંશના નીભાવમાં સંસ્થાના અગ્રણીઓ નીમીત બન્યા હતા. આ વર્ષે પણ રાજકોટમાં કચ્છથી આવેલી ગૌમાતાના નિભાવ માટે સંસ્થા દ્વારા સતત મદદ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા વિશ્વનું સૌપ્રથમ એવું પશું -પક્ષીઓ માટેનું રોજીંદુ “હરતું-ફરતુ અન્નક્ષેત્ર” ચલાવવામાં આવે છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ, પક્ષીઓને ઋતુ અનુસાર ૩૬૦ કિ.ગ્રા. ચણ દરરોજ આપવામાં આવે છે. ૨૫ જેટલા વિસ્તારોમાં રોજ ૨૫૦ લીટર દુધ અને ૫૦ કિલો લોટની રોટલીનું ભોજન, ૭૦૦ થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને ૧૫ કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. કાગડા-કાબર ને અનુકૂળ ફરસાણ પીરસાય છે. લોટની ૪૦ કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. દરરોજ ૩૦ કિલો મકાઇનાં ડોડા ખિસકોલીઓને ખવડાવવામાં આવે છે.      વેરાવળ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, મહુવા, ચોટીલા, ભાવનગર, દ્વારકા, થાન, મોરબી, વેરાવળ     સહીતના શહેરોમાં એનીમલ હેલ્પલાઈનનો શુભારંભ કરાવવામાં સંસ્થા નિમીત બની છે. સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્વમાં હેલ્પલાઇન ચાલુ થાય તેવો સંસ્થાનું ધ્યેય છે.

અનુદાન અંગે વિવિધ તીથી યોજના પણ કાર્યરત છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નીયમીત આવકનુ સાધન નથી, સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતીના હિસાબે, ગૌ સેવા જીવદયા પ્રવૃતીઓનો નિર્વાહ કરવો ખુબ મશ્કેલ બન્યો છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) પર ફોન કરવાથી આપને ત્યાંથી અનુદાન સ્વીકારવાની વ્યવસ્થા કરાશે. વાર્ષીક ચાર કરોડના માતબર ખર્ચે સેવારત આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઇ છે. સંસ્થાની વેબસાઇટ (www.animalhelpline.in) ની મુલાકાત લેવા વિનંતી કરાઇ છે. વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્વીકારવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સંસ્થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે જે ધંધાના સ્થળે/ઘરે મુકી યથાશકિત અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફીકસ, સ્વૈચ્છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩)નો સંપર્ક કરવો. સંસ્થાને મળતું દાન આવક વેરા મુકિત પ્રમાણપત્ર ૮૦–જી કલમ હેઠળ ધરાવે છે. સંસ્થા વિદેશથી મળતું દાન સ્વીકારવાનું લાયસન્સ FCRA હેઠળ ધરાવે છે. સંસ્થાની બેંક ડીટેઇલ્સ બેંક ઓફ બરોડા (રાજકોટ મેઇન, રાજકોટ) A/c No.03600100026705 તથા RTGS/NEFT IFSC CODE BARB0RAJKOT.  ચેક/ડ્રાફ્ટ ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ના નામનો બનાવવો. મકરસંક્રાંતિ એ હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર છે. આ તહેવાર દરમિયાન દાનનો મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે ધન, અન્ન, કાપડ, તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ નિમિત્તે નિરાધારની મદદ કરવી એ પ્રાચીન પરંપરા છે. મકરસંક્રાંતિ નિમિત્તે અનુદાન આપી અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી થવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઈ મહેતા, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ  સહિતનાઓએ અપીલ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *