જૈન આચાર્ય લોકેશજી અમેરિકા-કેનેડાનીશાંતિ અને સદભાવના યાત્રાએ રવાના

Blog

સિયેટલ સ્થિત ભારતીય દૂતાવાસમાં આચાર્ય લોકેશજી ‘હિંસા અને તણાવમુક્ત વિશ્વ’ પર વ્યાખ્યાન આપશે

શિકાગોમાં ‘જૈના કન્વેન્શન’ના ઉદ્ઘાટન સત્રને આચાર્ય લોકેશજી સંબોધિત કરશે

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક તથા વિશ્વવિખ્યાત જૈન આચાર્ય લોકેશજી શાંતિ અને સદભાવના સંદેશ સાથે અમેરિકા અને કેનેડાની યાત્રા પર આજે રવાના થયા. આ અવસરે ગુરુગ્રામ સ્થિત વિશ્વ શાંતિ કેન્દ્ર અને દિલ્હી આશ્રમમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ શુભેચ્છાઓ પાઠવી અને યાત્રાની સફળતાની પ્રાર્થના કરી. વિશ્વ શાંતિ દૂત તરીકે ઓળખાતા આચાર્ય લોકેશજીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને શાંતિ અને સદભાવનાનો સંદેશ આપતાં જણાવ્યું કે આજના સમયમાં દુનિયા એક બાજુ યુદ્ધ અને હિંસાના વિનાશક પ્રભાવોથી સંઘર્ષી રહી છે, તો બીજી બાજુ વાતાવરણમાં પરિવર્તનને કારણે ગંભીર ગરમી અને પર્યાવરણની અસંતુલિત સ્થિતિનો સામનો કરી રહી છે. વિશ્વ શાંતિ, પરસ્પર સદભાવના અને પર્યાવરણ સંરક્ષણ એ બધા ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના સિદ્ધાંતો પરથી શક્ય છે. આ યાત્રા દરમિયાન વિશ્વના લોકોને શાંતિનો સંદેશ આપવાની સાથે-સાથે વિવિધ દેશોમાંથી પીસ સોલ્જર અને પીસ એમ્બેસેડરની પસંદગી પણ કરવામાં આવશે. આચાર્ય લોકેશજી શિકાગોમાં આયોજિત જૈન ધર્મના મહાકુંભ “જૈના કન્વેન્શન-2025”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે અને સાથે-સાથે અમેરિકા અને કેનેડાના અનેક શહેરોમાં આયોજિત વિવિધ કાર્યક્રમો, બેઠકો અને વર્કશોપમાં ભારતીય સમુદાય તેમજ અન્ય માન્યગણો સાથે સંવાદ કરશે આચાર્ય લોકેશજીના અમેરિકા–કેનેડાના પ્રવાસ દરમ્યાનના મુખ્ય કાર્યક્રમો તા: 3 થી 6 જુલાઈ-2025, શિકાગોમાં જૈના કન્વેન્શન-2025, તા: 7 જુલાઈ, ન્યૂયોર્કમાં જિ-ન્યૂઝના CEO દ્વારા આયોજિત “યોગ અને આયુર્વેદથી સ્વાસ્થ્ય” વિષયક વર્કશોપ, તા: 8 જુલાઈ, ન્યૂયોર્ક અહિંસા વિશ્વ ભારતી ફાઉન્ડેશનની વાર્ષિક બેઠક, તા: 9 જુલાઈ, ન્યૂ જર્સી ભારતીય જૈન સમુદાય સાથે વિવિધ વ્યાખ્યાનો, તા: 11 અને 12 જુલાઈ, ઓટાવા અને વેન્કૂવરજૈન સેન્ટરોમાં વ્યાખ્યાન, તા: 13 જુલાઈ, બ્રિટિશ કોલંબિયાજૈન સેન્ટરનો વાર્ષિક ઉત્સવ, તા: 16 જુલાઈ, સિયેટલ ભારતીય દૂતાવાસમાં “હિંસા અને તણાવમુક્ત વિશ્વ” પર વ્યાખ્યાન, તા: 17 થી 19 જુલાઈ, કેલિફોર્નિયા સેન ફ્રાન્સિસ્કો ખાતે સેનેટર, કૉંગ્રેસમેન, ભારતીય સમુદાય અને વિશિષ્ટ વ્યક્તિઓને સંબોધન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *