રાજકોટના જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાનો તા. 7, માર્ચ શનિવારના રોજ જન્મદિન મેયર નયનાબેન દ્વારા પોતાના જન્મદિનની ઉજવણી વિવિધ જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા કરાશે. એનીમલ હેલ્પલાઈન દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ તા. 7 માર્ચ, શનિવાર, સવારે 8-00 થી સવારે 9-00 દરમ્યાન મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતેથી નિઃશુલ્ક વિતરણ કરાશે.

રાજકોટના જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાનો તા. 7 માર્ચ, શનિવારના રોજ જન્મદિન પ્રસંગે એનીમલ હેલ્પલાઈન દ્વારા તા. 7 માર્ચ, શનિવાર, સવારે 8-00 થી સવારે 9-00 દરમ્યાન મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતેથી પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાશે.
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા 10 વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, નાના પશુઓ, પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન દ્વારા જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે રાજકોટમાં છેલ્લા 22 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. એનીમલ હેલ્પલાઇન દ્વારા પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્રમાં શહેરમાં વિવિધ સ્થળોએ, ઋતુ અનુસાર 5 થી 15 ગુણી ચણ પક્ષીઓને દરરોજ આપવામાં આવે છે. 25 જેટલા વિસ્તારોમાં રોજ 250 લીટર દુધ અને 50 કિલો લોટની રોટલીનું ભોજન, 700 થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને 15 કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. લોટની 40 કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. દરરોજ 30 કિલો મકાઇનાં ડોડા ખિસકોલીઓને ખવડાવવામાં આવે છે.
સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઘનશ્યામભાઇ ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































