#Blog

તપનભાઈ દવેના જન્મદિવસે સેવાયજ્ઞની અનોખી મિસાલ

  • રક્તદાતાઓની દાતારીથી 322 યુનિટ રક્ત એકત્રિત થયું

હળવદ ખાતે મોરબી જિલ્લા ભાજપના જાગૃત અને સેવાભાવી મહામંત્રી શ્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આયોજિત ભવ્ય સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સેવા, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને પ્રગટ કરતો ઐતિહાસિક કાર્યક્રમ બની રહ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે પણ કાર્યકર્તાઓ, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. જેના પરિણામે કુલ 322 યુનિટ રક્તનું અભૂતપૂર્વ સંગ્રહ નોંધાયું હતું. રક્તદાતાઓએ દાતારી અને માનવતાની જીવંત મિસાલ ઉભી કરી સમાજને પ્રેરિત કર્યો હતો. આ સેવા યજ્ઞમાં વિશ્વ હિન્દુ પરિષદ (હળવદ શહેર/ગ્રામ્ય), યુવા ભાજપ, પાટિયા ગ્રુપ, રોટરી ક્લબ હળવદ, છોટાકાશી હળવદ યુવા ગ્રુપ, ફેન્ડ્સ યુવા ગ્રુપ, દિલ સે ફાઉન્ડેશન, HPL ગ્રુપ, ધર્મપ્રેમી સેવા મંડળ તથા આઈ શ્રી ખોડિયાર રામદેવ (ગોરી રામામંડળ દરવાજા) જેવી વિવિધ સામાજિક સંસ્થાઓએ ઉમળકાભેર સહયોગ આપ્યો હતો.
કેમ્પ દરમિયાન એકત્રિત થયેલ રક્તનો ઉપયોગ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ મોરબી, શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ (ટીબી હોસ્પિટલ, સુરેન્દ્રનગર), શ્રી રામ બ્લડ સેન્ટર ધ્રાંગધ્રા તથા શ્રી સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે દર્દીઓના ઉપચાર માટે કરવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *