જળસંચય એ જ જનસેવા : જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર કુકાવાવના ગામોમાંલુણીધાર અને ઇશ્વરિયા ગામનો જળસંચયના ભગીરથ કાર્યમાં જોડાવા મક્કમ નિર્ધાર

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધાર અને ઇશ્વરિયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અંગે ગ્રામજનો અને આગેવાનો સાથે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ ઉપસ્થિત રહી જળસંચયની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
લુણીધાર અને ઈશ્વરીયા ગામે અલગ અલગ બેઠકને સંબોધતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, પાણી એ જ પરમાત્મા છે અને તેને ધરતીના પેટાળમાં ઉતારવું એ આજના સમયની સૌથી મોટી ભક્તિ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે જે ગામોમાં ચેકડેમ ઊંડા ઉતારવા કે નવા બનાવવાના કાર્યો થયા છે, ત્યાં આજે ખેડૂતોના કૂવા અને બોરના તળ ઊંચા આવ્યા છે, જેનાથી ખેતી અને પશુપાલન સમૃદ્ધ બન્યા છે. જો આપણે અત્યારે જાગૃત થઈ વરસાદી પાણીનો સંગ્રહ નહીં કરીએ, તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
લુણીધાર ગામે યોજાયેલી મિટિંગમાં ગ્રામજનોએ જળસંચયના કાર્યમાં ખભેખભા મિલાવી સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે અરવિંદભાઈ ડોબરીયા, રમેશભાઈ ધાનાણી, મનુભાઈ અસલાલીયા,અરવિંદભાઈ મેસીયા, લુણીધાર સરપંચ શ્રી રાજુભાઈ દામોદરા, ઉપસરપંચ શ્રી દિનેશભાઈ સરધારા, કોલડા સરપંચ શ્રી ભરતભાઈ ગોંડલીયા, શ્રી કિરીટભાઈ સરધારા, રસિકભાઈ વડાલીયા, રમેશભાઈ વડાલીયા, જીથુડી સરપંચ શ્રી હિંમતભાઈ રામાણી, દહીડા સરપંચ શ્રી, ઇશ્વરિયા મા.જી તાલુકા પંચાયત ઉપસરપંચ રમેશભાઈ સાકરીયા વગેરે આગેવાનોએ ઉપસ્થિત રહી આ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવા તત્પરતા બતાવી હતી.
ઈશ્વરીયા ગામે પણ જળસંચયના આ એશ્વરીક કાર્યને વેગ આપવા માટે ભાઈઓ અને મોટી સંખ્યામાં બહેનોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં યોજાયેલી બેઠકમાં રમેશભાઈ સાકરીયા, રમેશભાઈ ધાનાણી, અરવિંદભાઈ ડોબરીયા, અરવિંદભાઈ મેસીયા, ગીરીયા ના જીતુભાઈ દેસાઈ, રમેશભાઈ વસાણી, અનિલભાઈ ઢોલરીયા, ગોબરભાઇ કથીરિયા, જયાબેન સાકરીયા, દયાબેન ઢોલરીયા, ભારતીબેન વસાણી, હેતલબેન સાકરીયા વગેરે ભાઈઓ અને બહેનોની ઉપસ્થિત રહી ગામના જળસ્તર સુધારવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેવાડાના ગામો સુધી જળસંચયનો સંદેશ પહોંચાડવાનું આ અભિયાન કુકાવાવ પંથકમાં જન-આંદોલન બની રહ્યું છે.





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































