એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયું’ તા. 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરાયું.એનિમલ વેલફેર બોર્ડનાં ડૉ. ગિરિશ શાહ દ્વારા દેશવાસીઓને ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયા’ની ઉજવણીમાં સહકાર આપવા વિનંતી કરાઈ.

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયું’ તા. 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન તથા કેન્દ્ર સરકાર દ્વારા પણ શ્રેષ્ઠ જીવદયા સંસ્થાનો એવોર્ડ વિજેતા અને નિઃશુલ્ક પશુ—પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની પ્રથમ ક્રમાંકની સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા દેશવાસીઓને ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયા’ની ઉજવણીમાં સહકાર આપવા વિનંતી કરાઈ.
પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયાની ઉજવણી માટે નીચે મુજબના સૂચનો આપવામાં આવ્યા છે:
પશુ, પક્ષી અંગે જાગૃતતા અભિયાન આયોજિત કરો જેમાં જાહેર સેમિનાર, કાર્યશાળા અને ચર્ચાઓ આયોજિત કરો જેથી સમાજને પશુ અધિકારો, તેમના નૈતિક વર્તન અને તેમને સુરક્ષા આપતા કાયદાઓ વિશે શીખવાડવામાં આવે. બિનવારસી, રસ્તે રઝડતા પશુઓને અપનાવવાનાં અભિયાનમાં લોકોને રસ્તે રઝડતા પશુઓને અપનાવવાની પ્રેરણા આપો. ચિકિત્સા અને આશ્રય શિબિરમાં નિ:શુલ્ક પશુ ચિકિત્સા તપાસ, રસીકરણ અભિયાન અને ભટકતા અથવા ઘાયલ પશુઓ માટે આશ્રયની વ્યવસ્થા કરો. વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે શાળાઓ અને કોલેજો સાથે મળીને કલા, નિબંધ વિગેરે જેવી સ્પર્ધાઓ આયોજિત કરો, જેનો વિષય પશુ કલ્યાણ હોય. સામુહિક સ્વચ્છતા અભિયાનમાં તે વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો જ્યાં પશુઓ રહે છે, જેથી તેઓ સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં રહી શકે. પશુધન કલ્યાણ કાર્યશાળાઓમાં ખેડૂતો અને પશુપાલકોને પશુધનની સંભાળ અને વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે શીખવાડો, જેમાં પૌષ્ટિક ખોરાક અને આરોગ્ય તપાસનું મહત્વ સમજાવવું. રસ્તા પર ભજવતા નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, રમતો અથવા સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરો, જે પશુઓ સાથે સહજીવિત હોવાના મહત્વને ઉજાગર કરે. સોશિયલ મીડિયા અભિયાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પશુ કલ્યાણ વિશે જાગૃતતા ફેલાવો, જેમાં બચાવ, સંભાળ અને પુનર્વસનની વાર્તાઓ સામેલ હોય. પશુ ખોરાકનાં કાર્યક્રમમાં ગૌશાળાઓ, પાંજરાપોળો અને અન્ય પશુ આશ્રયો સાથે મળીને ખોરાક માટેના કાર્યક્રમ આયોજિત કરો જેથી કોઈપણ પશુ ભૂખ્યું ન રહે. નીતિ નિર્માણ અંગેની સામુદાયિક ચર્ચામાં પશુ કલ્યાણમાં સુધાર માટે સ્થાનિક અને રાષ્ટ્રીય નીતિઓ પર ચર્ચા કરવા માટે મંચ આયોજિત કરો અને અસરકારક બદલાવ માટે નીતિ-નિર્માતાઓને સામેલ કરો સહિતના સૂચનોનો સમાવેશ થાય છે.
‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયા- 2025’, જે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ (AWBI), સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. સૌ દેશવાસીઓ માટે આ એક સોનેરી તક છે, પશુ અધિકારો અને તેમના કલ્યાણના સમર્થનમાં સૌ દેશવાસીઓ એકતાબદ્ધ થઈએ. સમસ્ત મહાજનનાં ડો. ગીરીશ શાહ દ્વારા ગૌશાળાઓ-પાંજરાપોળો, સંસ્થાઓ તથા સમગ્ર દેશવાસીઓને વિનંતી કરાઈ છે કે, પશુ વિષયક કરેલા કાર્યોનાં ફોટોગ્રાફ, વિડીયો support-awbi@gov.in મોકલો જેથી કરીને વધુ લોકોને આ કાર્ય માટે પ્રેરિત કરી શકાય.
વિશેષ માહિતી માટે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (ભારત સરકાર)નાં એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમિટીનાં સભ્ય મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.