સમોસા, જલેબી અને પકોડા પર બેન!હા, કેન્ટીનના મેનુમાં હવે ફક્ત હલકું અને હેલ્ધી ફૂડ જ મળશે – મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

જી હાં, સમોસા, ચા, જલેબી અને પકોડા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રતિબંધ શિક્ષણ મંત્રાલયની કેન્ટીન પર લાગુ પડે છે. પીએમ મોદીએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી, તેના પરિણામે મંત્રાલયે કેન્ટીનમાંથી અનહેલ્ધી ફૂડ આઇટમ્સને હમેશાં માટે હટાવી દીધા છે. શાસ્ત્રી ભવન (કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય)ની કેન્ટીનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અહીં તેલ-ખાંડવાળા ફૂડ જેવા કે સમોસા, ચાટ, પકોડા, જલેબી વગેરે ઓફર કરવામાં આવશે નહીં. બદલામાં, મેનુમાં હવે પોહા, ઉત્તપમ અને અન્ય પોષણયુક્ત વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા, પીએમ મોદીએ ખાસ કરીને ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરનારા લોકો માટે હેલ્ધી વર્ક કલ્ચર અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના સંદેશને ગંભીરતાથી લઈને, શિક્ષણ મંત્રાલયે કેન્ટીનમાં “નો શુગર, નો ઓઇલ પોલિસી” અમલમાં મૂકી છે.