આજે ૧૩ ઓગસ્ટ એ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે હોવાથી પ્રેસ કોન્ફરન્સ રાખી હતી જેથી આપણે બધા સાથે મળીને એક જ દિવસે અંગદાન જાગૃતિ અને પ્રોત્સાહન આપી શકીએ.

અંગદાન ક્ષેત્રે રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં અવિરતપણે કાર્યરત સંસ્થા એટલે કે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ.
છેલ્લા 20 વર્ષથી અંગદાન એટલે કે શરીરના અંદરના અવયવોનું દાનને સતત જીવંત રાખતી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટને તાજેતરમાં ભારત સરકારની NOTTO સંસ્થા દ્વારા ૦૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે સન્માન થયું હતું જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. આ સમારોહમાં આપણી સાથોસાથ ગુજરાત રાજ્યને બીજા ૩ પુરસ્કાર મળેલ છે, જેમાં સમગ્ર ભારતમાં (૧) ગુજરાત રાજ્ય ને અંગદાન જાગૃતિ માટેના વિશેષ પ્રયાસો અને કાર્યક્રમો માટે; (૨) IKDRC અને ITS, અમદાવાદને સરકારી હોસ્પિટલોમાં સૌથી વધારે ORGAN TRANSPLANT માટે; અને (૩) સિવિલ હોસ્પિટલ, સૂરતને સરકારી હોસ્પિટલોમાં સૌથી વધુ અંગદાન કરાવવા માટે; એમ ગુજરાતને કૂલ ૪ પુરસ્કાર મળેલ છે.
છેલ્લા 20 વર્ષથી અંગદાન એટલે કે શરીરના અંદરના અવયવોનું દાનને સતત જીવંત રાખતી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટને તાજેતરમાં ભારત સરકારની NOTTO સંસ્થા દ્વારા ૦૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે સન્માન થયું હતું જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. આ સમારોહમાં આપણી સાથોસાથ ગુજરાત રાજ્યને બીજા ૩ પુરસ્કાર મળેલ છે, જેમાં સમગ્ર ભારતમાં (૧) ગુજરાત રાજ્ય ને અંગદાન જાગૃતિ માટેના વિશેષ પ્રયાસો અને કાર્યક્રમો માટે; (૨) IKDRC અને ITS, અમદાવાદને સરકારી હોસ્પિટલોમાં સૌથી વધારે ORGAN TRANSPLANT માટે; અને (૩) સિવિલ હોસ્પિટલ, સૂરતને સરકારી હોસ્પિટલોમાં સૌથી વધુ અંગદાન કરાવવા માટે; એમ ગુજરાતને કૂલ ૪ પુરસ્કાર મળેલ છે.
🔹 શરીરના અવયવોનું દાન કોણ અને ક્યારે કરી શકે?
👉શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ સંબંધ નથી કે કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. આપણા રાજકોટમાં જ 16 મહિનાની દીકરીથી માંડીને 68 વર્ષના પુરુષ સુધીની વ્યક્તિઓએ મૃત્યુ બાદ અંગદાન કરેલ છે તેના દાખલા છે અને તેમના અંગો થકી બીજા વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે.
👉 જેમ લોહી ફેક્ટરીમાં બનાવી શકાતું નથી, તેમ અંગો પણ કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતા નથી. એટલે જ અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. આ દુનિયામાંથી જતા જતા પણ પોતાના અવયવોનું દાન કરી વ્યક્તિ અમર બની શકે છે.
👉 આપણે ખુદ જીવતા હોઈએ ત્યારે રક્તદાન કરીએ છીએ. સામાન્ય મૃત્યુ બાદ માત્ર ચક્ષુદાન અને ત્વચાદાન કરી શકીએ છીએ. પરંતુ ફક્ત બ્રેઇન ડેડ વ્યક્તિના મૃત્યુ પછી જ શરીરના અંદરના અંગો એટલે કે કીડની, લીવર, હૃદય, ફેફસા, આંતરડા, પેન્ક્રીઆસ, વિગેરેનું દાન કરી શકીએ છીએ.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ સંસ્થાનું મૂળ-સૂત્ર મુજબ, “અંગો વેચી શકાય નહીં, માત્ર દાન આપી શકાય” – જેવાં સંદેશો દ્વારા લોકોમાં જીવતા રકતદાન, મૃત્યુ પછી ચક્ષુદાન, ત્વચાદાન અને દેહદાન, બ્રેઇન ડેડ સમયે અંગદાનની સમજણ અને સ્વીકૃતિ વધારવાનો ભેખ ધારવામાં આવ્યો છે. વિદાય લઈ રહેલી વ્યક્તિની અંતિમ ઈચ્છા પરિપૂર્ણ કરવા, અંગદાન જાગૃતિ માટે સંસ્થાએ ઘણા સફળ કાર્યક્રમો આયોજન કર્યા છે.
🔹 ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ૨૦ વર્ષ થી સમાજમાં જન જાગૃતિ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે, જેમાં વિવિધ મીડિયા સંસ્થાનો દ્વારા સંપૂર્ણ સહયોગ મળેલ છે.
- પ્રિન્ટ મીડિયામાં અંગદાન જાગૃતિ અને અંગદાનની માહિતીના લેખ; અંગદાન કરેલ પરિવારની માનવતાવાદી સ્ટોરી; લોકોને વિવિધ તહેવાર અને અંગદાન દિવસના અનુસંધાનમાં અંગદાન મહાદાનનો સંદેશ આપતા લેખો- દાખલાઓ, વિગેરે.. નિયમિત પણે પ્રકાશિત થયેલ છે.
- એ જ રીતે FM રેડીઓ અને વિવિધ ટીવી ચેનલોમાં અંગદાનની જાગૃતિ/માહિતી આપતા ઇન્ટરવ્યૂ અને બાઇટ્સ નિયમિત પણે પ્રકાશિત કરેલ છે …
- સોશ્યલ મીડિયામાં અંગદાનની ઘટનાઓ અને બીજા મહત્વના પ્રસંગોને આવરીને અંગદાન પ્રવૃત્તિ વિષે વધુ માહિતિ અને જાગૃત્તિ લોકો સુધી પહોચે તે માટે આ સંસ્થા સતત કાર્યરત રહેલ છે.
🔹 ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અંગદાતા પરિવારજનો તથા અંગદાન કરવામાં સંકળાયેલ ડોક્ટર અને હોસ્પિટલના સન્માન-સમારંભ વિવિધ સમયે યોજવામાં આવેલ જેથી સમાજમાં અંગદાન પ્રવૃત્તિ કરવા માટે લોકોને વધુ પ્રોત્સાહન મળે.
🔹 આ સિવાય સંસ્થા દ્વારા બીજી પ્રવૃત્તિઓ જેમ કે જાહેર સમારંભમાં અંગદાન માહિતીનું બૂથ તથા પેમ્પલેટ વિતરણ; લોકોની જાગૃતિ માટેના પબ્લિક સેમિનાર; શપથ ગ્રહણ; ડોક્ટર/પેરા મેડિકલસ માટેના વર્કશોપ; વિગેરેનો સમાવેશ થાય છે.
🔴 સૌથી નોંધપાત્ર 1 ફેબ્રુઆરી, 2024ના રોજ રીબડા ખાતે 1 લાખથી વધુ લોકોએ એકસાથે અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી, જે એક રેકોર્ડ બની ગયેલ છે.
🔴 અંગદાન માટે જાગૃતિ ફેલાવવા માટે શોર્ટ ફિલ્મ “દિવ્યદાન” (https://youtu.be/uLAowxpgwfk?si=Qpui51RuopKj8-k) ને પ્રકાશિત કરી છે.
🔹 ૨૦૦૬ માં રાજકોટમાંથી પ્રથમ અંગદાન થયેલુ, જેમાં બંને કિડનીઓને બી ટી સવાણી કિડની હોસ્પીટલમાં હાર્વેસ્ટ કરી IKDRC અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ.
🔹૨૦૦૯ માં ગુજરાતનું પ્રથમ ઇન્ટરસિટી લિવર ડોનેશન રાજકોટમાંથી થયેલું હતું જે અમદાવાદ IKDRC મોકલવામાં આવ્યુ હતું.
🔹એ જ રીતે ૨૦૧૧માં ગુજરાતનું પ્રથમ ઇન્ટર-સ્ટેટ લીવર ડોનેશન પણ રાજકોટથી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાની ટીમ થકી જ રાજકોટથી ચેન્નાઈ એપોલો હોસ્પીટલ એર-એમ્બ્યુલન્સ દ્વારા કરાયું હતું.
🔹આજ સુધીમાં સંસ્થાએ 119 કેડેવેરિક અંગદાનમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. તેના દ્વારા 235 કિડની, 100 લીવર, 6 હૃદય, 3 ફેફસા, 12 ત્વચા તથા અનેક આંખોના દાન કરાવવાનું સેવાકાર્ય કરેલ છે.
👉 અંગદાનના કાર્યક્ષેત્રમાં 20 વર્ષથી અવિરત યોગદાન આપનાર અને અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતની આગવી ઓળખ બનાવવા માટે કાર્યરત ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ ને ભારત સરકારનાં NOTTO (National Organ & Tissue Transplant Organization) દ્વારા દિલ્હી ખાતે આ રાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ માન્યતાવાળો “સપોર્ટિવ એનજીઓ” એવોર્ડ મળ્યો, ત્યારે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ આ ઝુંબેશ ને હજુ વધુ વેગ આપવાની અને વધુ લોકો સુધી પહોચાડી અંગદાનની પ્રવૃત્તિ વધુ નિયમિત બને તે માટેના આજરોજ શપથ લીધા છે.
👉આ ગરિમાપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જયપ્રકાશ નડ્ડાની સાથોસાથ શ્રીમતી નિવેદિતા શુક્લા વર્મા (સેક્રેટરી, રસાયણ અને પેટ્રોરસાયણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર, પ્રો. (ડૉ.) સુનીતા શર્મા (આરોગ્ય સેવા મહાનિદેશક, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર), વિજય નેહરા (જોઈન્ટ સેક્રેટરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના ડૉ. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, મિતલ ખેતાણી, ભાવનાબેન મંડલી સહિતનાઓએ દિલ્હી ખાતે વિનમ્રતા પૂર્વક આ એવોર્ડ સ્વીકાર કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, આજે ટીમમાં વિક્રમ જૈન, ડૉ. તેજસ કરમટા, નીતિન ઘાટલિયા, ભાવેશ ઝીંઝુવાડિયા અને હર્ષિત કાવર જેવા અનેક સમર્પિત ટ્રસ્ટીઓ અને સત્તાવાર દવાખાના જોડાયેલા છે. આ એવોર્ડ માત્ર સંસ્થાનું જ સન્માન નથી, પરંતુ સમગ્ર સમાજની માનવતાની ભાવનાનું પ્રતિબિંબ છે.
👉 તેઓએ તમામ અંગદાતા પરિવારજનો, SOTTO ગુજરાત, IKDRC, વિવિધ મીડિયા સંસ્થાઓ, ડોક્ટરમિત્રો, હોસ્પિટલો, અને સરકારી તંત્રનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો કે જેમના સહયોગથી 20 વર્ષથી શ્રદ્ધા અને સત્યનિષ્ઠાથી થતી કામગીરી પ્રગતિના પંથે આગળ વધી માનવ સેવાને મહેકાવી રહી છે.
ભવિષ્યમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા પોતાના સેવા-કાર્યો નો વિસ્તાર ચાલુ રાખશે..
જેમ કે..
🔹 સંસ્થા સિવિલ હોસ્પિટલ રાજકોટ અને AIIMS રાજકોટમાંથી પણ અંગદાન થાય એવા પ્રયત્નો કરવા ઈચ્છે છે. આ માટે આ બંને હોસ્પિટલમાં અમારી સંસ્થાના કાર્યકર્તાઓને ત્યાં દર્દીના સગાને Grief Counselling અને બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોને કાર્યરત રાખવા માટે જરૂરી તબીબી માર્ગદર્શન પણ આપી શકીએ એવી પરવાનગી આપવા બંને હોસ્પિટલના અધિક્ષકશ્રીને વિનંતી કરવામાં આવે છે.
🔹ઘણી નવી હોસ્પિટલ કાર્યરત થઈ છે, જ્યાં બ્રેન-ડેડ દર્દી આવે તો તેના પણ અંગદાન થાય એવા પ્રયત્નો કરવા સંસ્થા કટિબદ્ધ છે.
🔹સરકારી પ્રતિનિધિ દ્વારા અંગદાતાના અંતિમ સંસ્કાર વખતે રાજકીય સન્માન મળે, તથા અંગદાતા પરિવારને સમાજ માં યોગ્ય સન્માન મળે તેવા વિચારો સંસ્થા ધરાવે છે.
🔹સૌરાષ્ટ્ર-ગુજરાતના બીજા શહેરોમાં પણ અંગદાનની પ્રવૃત્તિ અને જાગૃતિ વધે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે અને રહેશે.
🔹સંસ્થા પોતાની વેબસાઈટ પણ બનાવી રહી છે જે દ્વારા લોકોને અંગદાન વિષે માહિતી પણ મળશે, અને અંગદાન શપથ માટેની પ્રેરણા અને Pledge Card તથા Certificate માટે લિંક પણ મળશે.
આવો, આપણે સૌ ભેગા મળી તે પ્રયત્ન અને ખાતરી કરીએ કે એક પણ બ્રેઇનડેડ વ્યક્તિ અંગદાન વગર વિદાય ન લે…અને અંગદાન દ્વારા તેમને અમર બનાવીએ…
જય હિન્દ !!