ગાય એ ગૌશાળા – પાંજરાપોળની નહીં, ઘરઆંગણાની શોભા છે.

ગાયને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગાયને ‘લક્ષ્મી’નું સ્વરૂપ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ગાય ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે. ગાયનું રક્ષણ કરવું અને તેની સેવા કરવી એ એક મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. ગાયનું દૂધ, છાશ, દહીં, ઘી પંચગવ્ય ખુબ ઉપયોગી છે. ગાયનું દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘણી બીમારીઓથી બચાવે છે. ગાય ખેતીમાં પણ મદદ કરે છે. ગાયનું છાણ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્રોતની વધતી ઉપયોગિતાને જોતાં બાયોગૅસ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. ગાયનાં છાણ-મૂત્રનો ઉપયોગ બાયોગૅસ પ્લાન્ટ માટે ઉપયોગી થઈ શકે, જેનાથી ગ્રામીણ ક્ષેત્ર માટે અત્યંત સસ્તી ઊર્જા પ્રાપ્ત થઈ શકે. આ કાર્યથી ગોપાલકોની આવક વધારી શકાય છે. ગાયનું ગૌમૂત્ર પણ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે.
આજે રાજ્યની પાંજરાપોળો-ગૌશાળાઓ વધુ પશુઓના બોજ નીચે દબાઈ રહી છે અને સારાં પશુઓને પણ પાંજરાપોળોમાં રહેવું પડે છે તેવા સંજોગોમાં ગાયને ગૌશાળા, પાંજરાપોળથી ઘરઆંગણા સુધી લાવવાના પ્રયાસ માત્ર ગરીબો માટે જ નહીં, પરંતુ ગામ માટે પણ આશીર્વાદરૂપ પુરવાર થશે. જે ગામોમાં ગૌચર વિકસિત છે તેવાં ગામોમાં ગાયો આપવાનું કાર્ય કરવામાં આવે તો ચારાની સમસ્યા ન રહે અને આર્થિક રીતે ગાય પરવડી શકે.
ડૉ વલ્લભભાઈ કથીરિયા(મો. 9099377577)
પૂર્વ કેન્દ્રીય મંત્રી,
પૂર્વ અધ્યક્ષ,
રાષ્ટ્રીય કામધેનુ આયોગ,
ભારત સરકાર.
અધ્યક્ષ : ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્સ્ટીટ્યુશન્સ (જીસીસીઆઈ)