#Blog

29 સપ્ટેમ્બર, “વર્લ્ડ હાર્ટ ડે”

  • શુદ્ધ આહાર બરાબર સ્વસ્થ હ્રદય

દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે. હૃદયનાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે “વિશ્વ હ્રદય દિવસ” સપ્ટેમ્બર મહિનાનાં છેલ્લા રવિવારે મનાવવામાં આવશે પરંતુ વર્ષ 2014માં આ ખાસ દિવસ મનાવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી દેવામાં આવી હતી. હૃદય માણસનાં શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને સર્વેને તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. તેનું મૂળ કારણ શુદ્ધ આહાર અને સારી જીવનશૈલીને અપનાવી ન શકવાનું છે. હ્રદયને સ્વસ્થ રાખવા દિનચર્યામાં જરૂરી એવા ફેરફાર કરવા જોઈએ. મોડી રાત સુધી જાગીને વધુ ગેજેટ્સનો ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવા દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવા જોઈએ.

  • લો-કાર્બ અને ઓછો ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ.
  • મીઠુ, ખાંડ વાળી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. 
  • સાંજે 8 પછી કંઈ ખાવું ન જોઈએ.
  • વધારે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક અનાજ, કઠોળ લેવા જોઈએ.
  • દરરોજ કસરત, પ્રાણાયમ કરવા જોઈએ.
  • દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ માટે ચાલવાની અથવા સાયકલ ચલાવવાની આદત પાડવી જોઈએ.
  • સ્વિમિંગ કરવાથી પણ સારી કસરત થાય છે. 
  • આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.
  • શાકાહાર અપનાવવું જોઈએ.
  • ભોજનમાં ફળ અને સલાડને શામેલ કરવું જોઈએ.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *