#Blog

વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસીય પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન

વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાનીનાગલપર, કચ્છ દ્વારા તા. 30 અને તા.31 ડિસેમ્બરના રોજ બે દિવસીય “પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ” નું આયોજન

ભારતીય ગૌ પરંપરા અને પંચગવ્ય આધારિત સ્વાવલંબનના વિઝનને લઈને વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.30 ડિસેમ્બર મંગળવાર સવારે 07:00 વાગ્યે અને તા.31 ડિસેમ્બર બુધવારના રોજ સાંજે 06:00 વાગ્યા સુધી આમ બે દિવસીય પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. તા.29 ડિસેમ્બર સોમવાર સાંજે 07:00 વાગ્યા સુધીમાં પહોચવાનું રહેશે ભોજન અને રહેવાની વ્યવસ્થા શ્રી સ્વામીનારાયણ મંદિર અંજાર ખાતે કરવામાં આવી છે. આ વર્ગમાં પંચગવ્ય આધારિત ઉત્પાદનોની તૈયારીઓમાં, મશીન, મોલ્ડ, મટીરીયલ, પ્રી-મિક્સની જાણકારી તેમજ આર્થિક ઉત્પાદનના માર્ગ દર્શાવાશે.

આ વર્ગમાં જે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી શકશે તેવા માત્ર પ્રથમ 31 પ્રતિસ્પર્ધકને જ સ્થાન મળશે. દરેક પ્રતિસ્પર્ધકને આ વર્ગમાં જોડાવા માટે રૂ.2000 જમા કરાવવાનું રહેશે, જેમાં રહેવાની, જમવાની તથા પંચગવ્ય ઉત્પાદન કીટની સુવિધા ઉપલબ્ધ છે. બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા તેમજ તા.29 સોમવારના રોજનું રાત્રી રોકાણની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. વર્ગ દરમિયાન મોબાઇલ બંધ રાખવો ફરજિયાત રહેશે તથા સંપૂર્ણ સમય હાજરી અનિવાર્ય રહેશે. પ્રતિસ્પર્ધકને આધાર કાર્ડ સાથે પોતાનું નામ, ગામ, તાલુકો, જીલ્લો આ દરેક વિગત વોટ્સએપ નંબર (7359816838) પર મોકલી રજીસ્ટ્રેશન કરાવવાનું યાદીમાં સૂચવેલ છે.

આ પ્રશિક્ષણ વર્ગની મુખ્ય વિશેષતાઓ એ છે કે પ્રેક્ટીકલ આધારિત અભ્યાસનો સમાવેશ થાય છે, જેમાં પ્રતિસ્પર્ધકને 45 થી વધુ વિવિધ પ્રકારના પંચગવ્ય ઉત્પાદનો બનાવવાની વિગતવાર તાલીમ આપવામાં આવશે. ગાય સાથેના જીવનનો સીધો અનુભવ મેળવવા માટે ઓરા માપન, પંચગવ્ય આધારિત ચિકિત્સા અને ઘરેલુ ઉપચારનું પ્રદર્શન થશે. આ સાથે બહેનો અને ભાઇઓને પરિવાર સાથે જોડાઈને ભાગ લેવાની અનોખી તક પણ ઉપલબ્ધ છે.

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાનારા પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસની શરૂઆત સવારે 07:00 વાગ્યે પહોંચી, અલ્પાહાર અને પંજીકરણથી થશે. સવારે 09:15 વાગ્યે વાગ્યા સુધી કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગો સેવા સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક મેઘજીભાઈ હિરાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આપશે, ત્યારબાદ 9:45 થી 11 વાગ્યા સુધી પ્રેક્ટીકલ સત્રમાં ધૂપ-બત્તી, મચ્છર નિવારક સામગ્રી, ગોબર કુંડા, ગલ્લા પેટી, ચકલી ઘર, ઢોલક, ફૂલ ડાંડી, મોબાઈલ સ્ટેન્ડ, ચમચી સ્ટેન્ડ બનાવવાની તાલીમ આપવામાં આવશે, ત્યારબાદ સવારના 11:30 કલાકથી બપોરના 01:00 કલાક સુધીના પ્રેક્ટીકલ કાર્યમાં ખજૂર કેન્ડી, માવા કેન્ડી, સ્નાન ચૂર્ણ અને ગોબર માળા જેવા પ્રેક્ટીકલ આ વર્ગમાં કરવામાં આવશે. ત્યારબાદ બપોરના 01:૦૦ વાગ્યાથી 02:30 વાગ્યા સુધી ભોજન અને વિશ્રામ, ત્યાર બાદનું સત્ર 02:45 વાગ્યાથી શરુ થશે જેમાં ગૌ નાઈલ, માલીશ તેલ, પીડાન્તક તેલ, ફેસ પેક, નીમ અર્ક, મોબાઈલ ચીપ, કિચેન, સીડબોલ, બનવવાની તાલીમ આપવામાં આવશે. સાંજના 04:00 વાગ્યાથી 06:00 વાગ્યા સુધી પંચગવ્યથી મનુષ્ય ચિકિત્સા અને પંચગવ્ય ઘરેલું ઉપચાર કરી તરત પરિણામ કેવી રીતે મેળવું એ પ્રેક્ટીકલ સાથે સમજાવવામાં આવશે. સાંજના 06:15 વાગ્યે દિવસના અંતમાં દીપમિલન કાર્યક્રમ થશે.

તા.31 બુધવારના રોજ પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસની શરૂઆત વહેલી સવારે 05:00 વાગ્યે પ્રાત:વિધિથી થશે. સવારે 06:00 વાગ્યાથી 06:30 દરમિયાન ઓરા માપવાનું પ્રેક્ટીકલ કાર્યમ, ત્યારબાદ સવારના 07:00 વાગ્યે અલ્પાહાર, ત્યારબાદ સવારના 08:00 વાગ્યાથી 09:30 વાગ્યા સુધી છાસનો મસાલો, હદયમ પે અને દંતમંજન જેવા ઉત્પાદનો બનાવવાની તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ સવારે 10 થી 11:30 વાગ્યા સુધી ધૂપ કપ, ગણેશ મૂર્તિ, ગણેશ, સીડબોલ અને વિવિધ પ્રકારના દીવડાની બનાવટનો પ્રેક્ટીકલ કાર્યક્રમ યોજાશે. બપોરના 12:૦૦ થી 01:૦૦ સુધી સાબુ, શેમ્પૂ, સ્પ્રે અને બેબી પાવડર જેવા ઉત્પાદનો તૈયાર કરવાની તાલીમ આપવામાં આવશે. બપોરે 01:૦૦ વાગ્યા થી 02:45 વાગ્યા સુધીના સમયગાળામાં વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવામાં આવશે. 03:00 થી 04:15 દરમિયાન દરેક વ્યક્તિઓના પોતાના વ્યક્તિગત અનુભવો વિશે ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ અંતમાં 04:45 થી 06:00 સુધી માર્કેટિંગ, શંકા-સમાધાન અને પ્રમાણપત્રનું વિતરણ તથા પંચગવ્ય ઉત્પાદન કિટનું અર્પણ કરવામાં આવશે. આ રીતે પ્રશિક્ષણ વર્ગની સમાપ્તિ સાંજે 06:00 વાગ્યે થશે. આ પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગમાં જોડાવવા મેઘજીભાઈ હિરાણી 9428081175 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવાયુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *