- યોગ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ અને વૈશ્વિક શાંતિ બંને શક્ય છે – આચાર્ય લોકેશજી
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની થીમ ‘એક પૃથ્વી, સમાન આરોગ્ય માટે યોગ’ – આયુષ મંત્રી શ્રી જાધવજી
અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રસિદ્ધ જૈન આચાર્ય લોકેશજી, મંત્રી શ્રી આયુષજી પ્રતિપરાવ જાધવ, CCRYNના ડિરેક્ટર ડૉ. રાઘવેન્દ્ર રાવ, MDNIYના ડિરેક્ટર ડૉ. કાશીનાથ સમગંડી અને INOના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનંત બિરાદરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમો માટે વેબિનાર દ્વારા માર્ગદર્શન આપ્યું.
વિશ્વ શાંતિદૂત આચાર્યશ્રી લોકેશજીએ જણાવ્યું કે ભારતના પ્રાચીન જ્ઞાન યોગને આજકાલ સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે. યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. યોગ અને ધ્યાનના માધ્યમથી માનસિક શાંતિ અને વૈશ્વિક શાંતિ બંને પ્રાપ્ત કરી શકાય છે. આચાર્ય લોકેશજી એ ઉમેર્યું કે ભારતભરના હજારો સ્થળો અને સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે વિશ્વ શાંતિ કેન્દ્ર, આરોગ્યદાયક અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેશે.
આયુષ મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે 21 જૂન 2025ના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું અમારું લક્ષ્ય છે. 2025ના યોગ દિવસની થીમ ‘એક પૃથ્વી, સમાન આરોગ્ય માટે યોગ’ છે. લોકોમાં યોગ અને પર્યાવરણને જોડવાનો આ એક મહત્ત્વપૂર્ણ માધ્યમ બનશે. આયુષ મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે ઉમેર્યું કે યોગ દિવસના આયોજન માટે આયુષ મંત્રાલયમાં રજિસ્ટ્રેશન કરો અને સર્ટિફિકેટ પણ મેળવો.
ડૉ. રાઘવેન્દ્ર રાવે જણાવ્યું કે આયુષ મંત્રાલય ઓનલાઈન ન્યૂઝલેટર દ્વારા હિતધારકોની ભાગીદારી મજબૂત કરવા માંગે છે. તે સરકારી એજન્સીઓ, યોગ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વૈશ્વિક મિશનોને એક જૂથ દૃષ્ટિકોણ હેઠળ લાવવા ઇચ્છે છે. મંત્રાલય આ પ્લેટફોર્મનો ઉપયોગ નવીન અભિયાનો, યોગ એપ્સ જેવા ડિજિટલ સાધનો અને ‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ થીમને પ્રચારિત કરવા માટે કરશે.
ડૉ. કાશીનાથ સમગંડીએ જણાવ્યું કે રાષ્ટ્રવ્યાપી IDY કાર્યક્રમના આયોજકોને આયુષ મંત્રાલય અને MDNIY તરફથી સહયોગ મળવો ખૂબ જ અગત્યનો છે. હજારો આયોજકોનો ઉત્સાહ સમાજના દરેક સ્તરે યોગ અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
INOના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનંત બિરાદરે કહ્યું કે યોગને માનવતાને એકતામાં બાંધનાર શક્તિ બનાવવા વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવા માટે અમે બધાં પ્રતિબદ્ધ છીએ.