#Blog

11 ડીસેમ્બર, “આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ”

વર્ષ 2003 થી સંયુક્ત રાષ્ટ્ર  દ્વારા દર વર્ષે 11 ડીસેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો તમામ પ્રકારનાં પર્વતો મહત્વનાં છે પછી ભલે તે બરફ આચ્છાદિત હોય કે સંપૂર્ણ લીલોતરીથી મહેકતા હોય. દરેકે દરેક પ્રકારનાં પર્વતોમાં વિવિધ પ્રકારનાં જીવસૃષ્ટિ વસે છે. પશુ, પક્ષી, પ્રાણીઓથી લઈને વિવિધ વનસ્પતિ અને માનવી પણ ઘણા ચોક્કસ પહાડી પ્રદેશોમાં રહે છે. વળી ઘણા લોકો ત્યાં રહેતા નથી તો એ જગ્યાનો, માહોલનો આનંદ માણવા માટે પણ પહાડો પર થોડા દિવસો માટે રહેવા જાય છે. પર્વતો પર રહેલી કુદરતી હવા, પ્રદુષણ રહિત માહોલ સૌને આનંદ આપે છે.

જેવી રીતે ટ્રાવેલ ટુરીઝમ વધ્યું છે તેમ તેમ લોકો અન્ય વિસ્તારોમાં ફરવા કરતાં પર્વતો પર જઇને પોતાના રજાના દિવસો વિતાવવાનું વધારે પસંદ કરે છે પછી ભલે તે કોઈ યાત્રાધામ હોય, હિમાચલ પ્રદેશ હોય, બરફીલા પ્રદેશો હોય કે દક્ષિણમાં આવેલા લીલોતરીથી સજ્જ પર્વતો હોય બધે જ રજાના દિવસોમાં કે વેકેશનમાં ભીડ જોવા મળે છે. વળી કોરોનાકાળમાં તો જયારે અમુક વિસ્તારોમાં ખુબ જ તકલીફનાં કારણે સંપૂર્ણ કાર્યભાર બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે કેટલાંક લોકો કામનો ભારો ઉતરતા જ પરિવાર સાથે મજા કરવા કે કોરોનાથી બચવા માટે પહાડો પર પહોચી ગયા હતા. જો કે ત્યાંથી પણ ઘણાને કોરોના ડીટેકટ થયો અને પછી જ લોકોને આ વિષયની ગંભીરતા સમજાવા લાગી પરંતુ અહિ મુખ્ય બાબત એ છે કે કુદરતી રીતે નિર્માણ થયેલા એવા પર્વતો પર જરૂર કરતા વધુ માનવ વસાહત થતા, હવા, પાણી, જમીનનું પ્રદુષણ વધ્યું છે. ઉપરાંત નોઈસ અને લાઈટ પોલ્યુશન પણ વધારાના ઉમેરાયા છે. આવામાં પર્વતો પર રહેતી વન્ય જીવસૃષ્ટિનું શું ? શું માનવ બધે જ પોતાનું અસ્તિત્વ જમાવશે તો પ્રાણીઓનું શું ? હા એ વાત સાચી કે પર્વતો પર જીવન ગુજારતા કેટલાક લોકો માટે આવકનું સાધન બનવા તેમજ ઇકોનોમી મેઈન્ટેનઇન રાખવા માટે ટ્રાવેલ ટુરીઝમ જરૂરી છે પરંતુ તેને લગતા અમુક ચોક્કસ કડક નિયમો તો હોવા જ જોઈએ. જેથી કુદરતી સંસાધનોનું રક્ષણ થઈ શકે.   

આજરોજ એટલે કે 11 ડિસેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવાની વર્ષ 2003 થી સંયુક્ત રાષ્ટ્ર  દ્વારા શરૂ આત કરવામાં આવી છે જેનો મુખ ઉદ્દેશ પર્વતોના મહત્વ તરફ વધતા ધ્યાનથી યુ.એન.એ પર્વતોનું યુ.એન. આંતરરાષ્ટ્રીય વર્ષ 2002 જાહેર કર્યું હતું  ત્યાર પછીના વર્ષે આટલે ક વર્ષ 2003 માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવ્યો.

પર્વતોમાં વિશ્વની 15% વસ્તી છે અને વિશ્વની લગભગ જૈવવિવિધતા હોટસ્પોટ્સનો અડધો ભાગ છે. તેઓ અડધા માનવતાને રોજિંદા જીવન માટે મીઠા પાણી આપે છે. તેમનું સંરક્ષણ ટકાઉ વિકાસ માટેના મુખ્ય પરિબળ છે

દુર્ભાગ્યવશ, પર્વતો હવામાન પરિવર્તન અને વધુ પડતાં શોષણના જોખમમાં છે. જેમ જેમ વૈશ્વિક વાતાવરણ ગરમ રહે છે તેમ, પર્વત લોકો – વિશ્વના કેટલાક ગરીબ – અસ્તિત્વ ટકાવવા માટેના મોટા સંઘર્ષોનો સામનો કરે છે. વધતા તાપમાનનો અર્થ એ પણ છે કે પર્વત ગ્લેશિયર્સ અભૂતપૂર્વ દરે ઓગળી રહ્યા છે, લાખો લોકો માટે તાજા પાણીના પુરવઠાને અસર કરે છે.

આ સમસ્યા આપણા બધાને અસર કરે છે. આપણે આપણા કાર્બન પદચિહ્નને ઘટાડવું જોઈએ અને આ કુદરતી ખજાનાની સંભાળ રાખવી જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *