#Blog

કારતક સુદ આઠમ એટલે કે ગોપાષ્ટમી.

ભગવાની કૃષ્ણની પ્રાણપ્યારી ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ

ભગવાન કૃષ્ણની પ્રાણ પ્યારી ગોપાષ્ટમી છે આજના પવિત્ર દિવસે યશોદા માતાએં ભગવાન બાલકૃષ્ણને શૃંગાર કરી પ્રથમવાર ગૌમાતાને ચરાવવા માટે મોકલ્યા હતા. જે પરમાત્માની ચરણરજ માટે સૌ તરસે છે તે સ્વયં પોતે ગૌમાતાની સેવા માટે પથ્થરો અને વન–વગડામાં રખડયા હતા. ગૌમાતાની સીધી સેવા ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે ગૌમાતાની સેવા માટે તેમનું નામ ગોપાલ પડયું. એમ કહી શકાય કે ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી—દેવતાઓ નિવાસ કરે છે, ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.

આજના આ યુગમાં કૃષ્ણ ભગવાનને તો અનેક પ્રકારના ભોગ ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી–તરસી જોવા મળે છે. આજના ગોપાષ્ટમીના પવિત્ર દિવસે ગૌમાતાની સેવાનું પણ્ય સંક્લ્પ લઈએ.

ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?

  •  ભારતની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ કરીએ
  •  પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ કરીએ
  •  ગૌ આધારીત જૈવિક ખેતી અપનાવીએ
  •  ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ
  •  એક પરીવાર થકી એક ગાયનું પાલન—પોષણ કરીએ
  •  ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ
  •  ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ
  •  ગૌ સારવાર કેન્દ્રો-હોસ્પીટલને મદદરૂપ થઈએ
  •  માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલનિધિ આપીએ
  •  જન્મદિવસ, લગ્ન સંસ્કાર એવું અન્ય પ્રસંગો ઉપર ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ
  •  દિકરીને એક ગાયનું દાન આપીએ
  •  ગોપાલકોને આદર અને સન્માન આપીએ
  •  ઘ૨માં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ
  •  દરરોજ ગૌમાતાના દર્શન કરીએ
  •  વર્ષમાં એક વખત ગૌશાળાની મુલાકાત લઈએ
  •  ગૌ ઉત્સવો જોર-શોરથી ઉજવવાની શરૂઆત કરીએ
  •  ગૌસેવા અર્થે પ્રકાશિત થતી – પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ. પ્રિન્ટ મીડીયા, સોશ્યલ મીડીયા,ઈલેક્ટ્રોનીક મીડીયામાં ગૌસેવાનો    પ્રચાર-પ્રસાર કરીએ
  •  ગૌરક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતના ગૌસેવાના તમામ કાર્યોમાં સહયોગ આપીએ.
  • મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *