#Blog

વૈશ્વીક સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ, ભારતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રવિણભાઈ કોટકનો તા. 21, નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ

સમગ્ર વિશ્વના ૩૦ લાખ જેટલા રઘુવંશીઓની પ્રતિનીધીત્વ કરતી 123 વર્ષ જુની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ અધ્યક્ષ, ભારતના જાણીતા બિલ્ડર, ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવિણભાઇ કોટકનો તા. 21, નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ છે. પ્રવિણભાઈ કોટકનું જીવન અને કવન સુગંધીમય રહયું છે. વ્યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય રહયાં છે. જ્ઞાતિએ સોંપેલું કામ હોય કે સરકારે સોંપેલી ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકેની જવાબદારી હોય, તેમણે પોતાની કર્મઠતા, મહેનત,જવાબદારી, સંર્પકો અને સંબંધોથી શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે. રાષ્ટ્ર વિશ્વના એક અંગ તરીકે રાષ્ટ્ર વિશ્વની એકતા, પ્રગતિ અને સમૃધ્ધિને સુસંગત રહી, લોહાણા જ્ઞાતિની સમાજિક, આર્થિક, નૈતિક, આધ્યાત્મિક, ઔધોગીક, શારીરિક, માનસિક, કેળવણી, વિષયક તેમજ સર્વ ઉદ્દેશીય પ્રગતિ સાધવાના ઉપાયો યોજવાનો અને તેને અમલમાં મૂકવા શકય તેટલા પ્રયત્નો કરવાનો, જ્ઞાતિ ઉત્કર્ષ અને અભ્યુદય માટેનાં સર્વ કાર્યો હાથ ધરવાનો અને જ્ઞાતિમાં એકીકરણ, ભાતૃત્વભાવ, સંપ અને સંગઠનની વૃધ્ધિ કરવા જરૂરી જણાય તે સર્વે પ્રવૃતિઓ હાથ ધરવાનું મુખ્ય ધ્યેય શ્રી લોહાણા મહાપરીષદનું તથા પ્રવિણભાઇ કોટકનું હતું.
પાંચ વર્ષ સુધી સમગ્ર વિશ્વનાં લોહાણા મહાજનો, રઘુવંશીઓની પ્રતિનિધિત્વ કરતી શ્રી લોહાણા મહાપરીષદનું નેતૃત્વ સંભાળ્યા બાદ પ્રવિણભાઈ કોટકે જ્ઞાતિહિત, સમાજહિતના અનેક સદકાર્યો કર્યા છે. સમગ્ર વિશ્વમાંથી થેલેસેમીયા નાબૂદી અભિયાનને વેગવંતો બનાવવામાં તેમણે ખૂબ અદકેરો ફાળો આપ્યો છે. પૂ. મોરારીબાપુ, પૂ. રમેશભાઈ ઓઝા, રામદેવજી મહારાજ, પૂ. રવીશંકરજી સહિતના અનેક સંતશ્રીઓના કૃપાપાત્ર, પ્રિતીપાત્ર પ્રવિણભાઈ અત્યંત પ્રેમાળ, વિવેકી વ્યકિતત્વ ધરાવે છે. પ્રવિણભાઇ કોટકને શુભેચ્છા આપવા મોઃ 98792 06661

Leave a comment

Your email address will not be published. Required fields are marked *