દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે

માંસાહારી ઈંડાને બદલે પૌષ્ટિક ખજુર ખાવ
ખજૂર પાક બનાવીને ખાઓ કે છૂટક પાંચ-દસ ખજૂરની પેસી ખાવ પણ ખજૂર દરરોજ ખાવ. દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે. તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઇકોલેસ્ટેરોલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી1’, ‘બી2’, ‘બી3’ અને ‘બીડ’ આવેલાં છે અને વિટામિન‘એત’અને ‘સી’ પણ આવેલાં છે.તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણકે તેમાં નેચરલ શુગર આવેલી છે. જેમ કે, ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ. તેનો વધુ ફાયદો લેવા માટે દૂધમાં ઉમેરીને લેવાથી દૂધમાં ગળપણનો(ખાંડનો) ઉમેરો કરવો પડતો નથી અને સ્વાદ અને પોષણ પણ મળે છે. ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ આવેલાં છે. માટે તે નર્વસ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ કરે છે. પોટેશિયમને જો જોઈતી માત્રામાં રેગ્યુલરલી લેવામાં આવે તો તે વ્યક્તિને ‘સ્ટ્રોકથી દૂર રાખે છે. ઉપરાંત દિવસની 2-3 ખજૂર રેગ્યુલરલી ખાવાથી LDL કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમિના વધે છે. વારંવાર થાક લાગવો, બેચેની અનુભવવી, પગ દુખવા વગેરે પણ દૂર થાય છે.
વધુ પડતીપાતળી વ્યક્તિ થોડી ખજૂર દરરોજ ખાય તો વજન વધવામાં મદદરૂપ થઈ શકેછે. ખજૂર આંતરડાંના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી. ખજૂર ખાવાથી આંખો પણ સારી રહે છે. ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર ખાઇ શકાય છે. ઉપરાંત, દરરોજ સવારે ભૂખ્યા પેટે 2થી 3 ખજૂર ખાવાથી પણ ફાયદો થાય છે.ઓછું લોહી હોય તેમને ખજૂર ખાસ ખાવાનું કહેવામાં આવે છે. ખાસ કરીને 15-16 વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂર ખાવાનું રાખવું જોઈએ. ઉપરાંત મેનોપોઝ દરમિયાન પણ દરરોજ 2- ૩ ખજૂર ખાવાથી એનીમિયાના પ્રોબ્લેમથી દૂર રહેવાય છે. દરરોજ સવારે અથવા જ્યારે પણ કસરત કરવાની શરૂ કરો તે પહેલાં 2-3 ખજૂર ખાવાથી કસરત કરવા દરમિયાન એનર્જી વધુ રહેશે અને શરીરને પણ ફાયદો થશે.ઘણી વખત જમ્યા પછી કંઇક ગળ્યું ખાવાનું મન થતું હોય છે. આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી મન સંતોષાશે અને વજન વધશે નહીં. જામનગરની જે ભારતીય ખજૂર આવે છે (સીડલેસ) એ ગુણકારી નથી. પણ આરબ દેશોની જે કાળી ખજૂર આવે છે એ જ ગુણકારી છે.
ખજુર ૧૦૦રૂ।. થી માંડી ૨૦૦૦ રૂા. કીલો સુધીની મળેછે. મોઢામાંમુકતા ચોકલેટની જેમ ગળી જવાય એવી પણ ખજુર આવે છે. ખજૂર ચોખ્ખા પાણીથી ધોઈને ખાવી સારી બાકી સારી ખજુર ન ધુઓ તો પણ ચાલે ૧૦૦ ગ્રામ ખજૂરમાં ૨૭૫ કેલેરી એનર્જી, ૨૨.૫૦ ગ્રામ પાણી, ૧.૯૭ ગ્રામ પ્રોટીન, ૦.૪૫ ગ્રામ ફેટ (ટોટલલિપિડ), ૭૩.૫૧ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૭.૫ ગ્રામ ફાઈબર, ૧.૫૮ ગ્રામ કાર્બન, ૩૨ મિલિયમ કેલ્શ્યમ, ૧. ૯૫ મિલિયમ આયરન, ૩૫ મિલિયમ મેગ્નેશિયમ, ૪૦ મિલિયમ ફોસ્ફરસ, ૬પ૨ મિલિયમ પોટેશ્યમ, ૩ મિલિયમ સોડીયમ અને એ, બી, બી–૨, બી-૧૨ વિટામીન હોય છે. જેઓ ઈંડા ખાય છે એ કરતાં ખજૂર ખાવી હજાર દરજજે સારી. ઈંડા તો સડેલા હોય છે ઈંડા તાકાત આપે છે એ ભ્રમ છે. તાકાત તો ખજૂર કે દૂધ જે આપે છે, એનો એક ટકો પણ ઈંડા નથી આપતા. ખજૂરથી થતા ફાયદાઓ ઘણા છે એ નબળાઈ કમજોરી દૂર કરે છે, બ્લડપ્રેશર ઘટાડે છે, કબજીયાત નથી કરતી, નવર્સ સીસ્ટમ સ્વસ્થ રાખે છે, પેટ અને આંતરડાના કેન્સર સામે લડે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, આંખોનો પ્રકાશ સુધારે છે, એનીમીયા દૂર કરે છે અને એનર્જી વધારે છે. વળી યુરીનની ચિકિત્સા કહે છે કે એ કિડની અને મુત્ર વિસર્જન તંત્રને મજુબત કરે છે અને ફેફસાની તકલીફો દૂર કરે છે.ગર્ભવતી મહિલાઓને થતી કેટલીક સમસ્યાઓથી એ છુટકારો અપાવે છે. ગર્ભાશયની દિવાલોને એ મજબૂત કરે છે. બાળકના જન્મની પ્રક્રિયા એથી સરળ થાય છે. એટલે ગભર્વતીએ તો ખજુર ખાસ ખાવી જ. ખજુરમાં રહેલા ગ્લુકોઝ અને ફકટોઝના કારણે એમાંથી નૈસર્ગિક સાકર શરીરને મળે છે. ખજૂર ઉતમ ટોનીક છે.-મિતલ ખેતાણી (70692 21999)




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































