ઊંડા જતા પાણીના સ્તરના કારણે દિવસે દિવસે સૌરાષ્ટ્રની વધતી જતી ગરમીનોએકમાત્ર વિકલ્પ વરસાદી પાણી બચાવવું.

વર્ષો પહેલાં પાણીના સ્તર ૨૦ થી ૨૫ ફૂટે હતા. તેથી નદીઓ બારેમાસ વહેતી હતી. જ્યારે ગરમીનું પ્રમાણ ઓછુ હતું. આજે પાણીના સ્તર મોટા ભાગે ૮૦૦ થી ૧૦૦૦ ફૂટ ગયા છે. પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે મહેસૂસ કરી રહ્યા છીએ કે માનવજીવન અને પશુપક્ષી માટે આ ગરમી શારીરિક અને માનસિક રીતે અનુકૂળ નથી. આ માટે સૌ સાથે મળીને વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે ચેકડેમ, તળાવ, ખેત-તલાવડી તેમજ રિચાર્જ બોર, કૂવા દ્વારા પાણીની બચત કરીએ કેમ કે જો જળ દ્વારા જમીન, જંગલ, જનાવર, અને જન-જનની સેવા થશે. કુદરત વરસાદ વધુ આપે છે તો આપણે આ વરસાદી પાણી બચાવીને આપણી સાથે પ્રકૃતિનું જતન કરીએ છીએ. કેમ કે આપણે વરસાદ પહેલા ઉનાળાની ઋતુમાં દરેક ઝાડ પર નવા પાન જોઈ શકીએ છીએ એટલે કે કુદરત પણ પ્રકૃતિ દ્વારા માનવ-પશુ-પક્ષીને સારું જીવન આપવા પ્રયત્નશીલ છે. આ માટે પણ વરસાદના પાણી નું યોગ્ય જતન કરવું જરૂરી છે. આ ભગીરથ કાર્ય સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧૧૧૧ ચેકડેમ ઊંડા, ઊંચા અને રિપેરીંગ કરવા સાથે સાથે ૧૧૧૧૧ બોર રિચાર્જ કરવા માટે નો સંકલ્પ કરેલ છે. તેના માટે લોકો વધુ માં વધુ આ કાર્ય ને વેગ મળે તેવા હેતુ થી તન-મન-ધનથી સહયોગી બને તો ૪૬ ડીગ્રી તાપમાન સહન ન કરવું પડે. જત જણાવવાનું કે,ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા ૨૫૦ થી વધુ બનાવેલ છે. ૬૫૦ થી વધુ રિચાર્જ બોર કરેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે જેના અનેક ઉદ્યોગપતિ, બિલ્ડરો, શિક્ષણ શાસ્ત્રી વગેરે અનેક દાતાશ્રીઓ પરિવાર ના દાનથી આ કાર્ય ને વેગ આપવા જોડાઈ ગયેલ છે. જેનાથી સૃષ્ટિ પરની પ્રકૃતિની રક્ષા થી જીવ-જંતુ, પશુ-પક્ષી અને માનવજાત ને ખુબજ ફાયદાકારક સાબિત થયેલ છે. આ ભગીરથ કાર્ય માં રોજના એક વ્યક્તિ દીઠ ૧૦ રૂપિયા એટલે કે વર્ષના ૩૬૦૦ રૂપિયા વરસાદી પાણી માટે વાપરવામાં આવે તો એક લાખ પચાસ હજાર લીટર પાણી નો જથ્થો જમીન માં દર વર્ષે સંગ્રહ થાય છે. તો આપ દૈનિક કે વાર્ષિક સંસ્થા ના દાતાઓ બનીને આજીવન પ્રકૃતિ ના રક્ષણ થી જીવ-જંતુ, પશુ-પક્ષી, માનવજાત અને દેશ ની રક્ષા માટે આપને સહભાગી બનવા માટે Bank Detail આપેલ છે. NAME – GIRGANGA PARIVAR TRUST, BANK OF BARODA AC. NO. – 15010200001185, IFSC CODE – BARB0KALAWA (પાંચમો અક્ષર ઝીરો) આવા મહાન કાર્ય ને સરકારે પણ ધ્યાનમાં લઇ ને જલપ્રહરી અને ગ્લોબલ CSR & ESG જેવા એવોર્ડ થી સન્માનિત કરેલ છે. આ કાર્ય ને વધુમાં વધુ સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેષભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































