બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ ડેનીસ આડેસરાનો તા.25, માર્ચ, બુધવારના રોજ 44 મો જન્મદિન

રાજકોટના જાહેર જીવનન અગ્રણી, બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ, અન્નપૂર્ણા ગ્રુપના સ્થાપક ડેનીસ આડેસરાનો તા.25, માર્ચ, બુધવારના રોજ 44 મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ ચુસ્ત ભારતીય વિચારધારા ધરાવનાર ડેનીસ હરેશભાઈ આડેસરા વ્યવસાયે અભિષેક જવેલર્સ, શ્રીયા રીઆલ્ટીના નામે બીઝનેસ કરતા ડેનીસભાઈ ખુબ દયાળુ અને મળતાવડા સ્વભાવના છે. ડેનીસભાઈની સામાજીક કાર્યો અને ઉપલબ્ધી જોઈએ તો સને-૨૦૧૪ માં પરિવહન મંત્રીશ્રી નિતીન ગડકરીજીને રૂબરૂ મળીને ભારતનાં ડ્રાઈવીંગ લાઈસન્સમાં ઓર્ગન ડોનરની કોલમ ઉમેરાવેલ. જેનાથી ૨૦૨૧ સુધીમાં રેકોર્ડ બ્રેક ૭.૬૮ કરોડ ભારતીયોએ અંગદાનનો સંકલ્પ લીધો. જે કદાચ વિશ્વમાં પ્રથમ હશે. સને ૨૦૧૯-૨૦ માં કોવીડની પ્રથમ લહેરમાં એકપણ પૈસા લીધા વગર રાજકોટનાં પ્રત્યેક ખૂણામાં ૪૯૫ સ્વયંસેવકનાં અન્નપુર્ણા ગ્રુપે ૫૫ દિવસ નિઃશુલ્ક ૩ લાખ ફૂડ પેકેટની વહેંચણી કરેલ અને બીજી લહેરમાં ૧૫૦ સ્વયંસેવકનાં ગ્રુપ દ્વારા ૧૪૦૦ ઓકસીજન સીલીન્ડર સેવામાં નિમીત બનેલ. ૨૭૦ કોવીડ વિધવા બહેનોને રાશન સહાય, મેડીસીન સહાય, શિક્ષણ સહાય, વિધવા સહાય, સંકટ મોચન સહાય, તથા રોજગાર સહાયનાં કેમ્પ કરી, આ પરિવારોને આત્મનિર્ભર બનવવામાં નિમીત બન્યા હતાં.
સને–૨૦૧૨માં નિકાસ પોલીસ અંતર્ગત આધુનિક કતલખાના ખોલવાની ૧૫ કરોડ રૂપીયાની સબસીડી ૨૦ સાંસદ અને પીટીશન કમિટીના ચેરમેન ભગતસિંહ કોશિયારીને મળી અને બંધ કરાવવામાં નિમીત બન્યા, સને-૨૦૧૮માં નવી શિક્ષણ નીતિ અંતર્ગત એન.સી.ઈ.આર.ટી.માંથી વાંધારૂપ તથ્યો કાઢવાનો રીપોર્ટ માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલને આપેલ, સને–૨૦૧૭ થી વિશ્વની સૌથી મોટી લાયબ્રેરી ‘તક્ષશીલા’ રાજકોટ પાસે બનાવવાનું સ્વપ્ન તથા પ્રયાસ, જેમાં રામભાઉ મહાલ્ગી પ્રબોધિની જેવી નેતૃત્વ પ્રદાન કરનાર સંસ્થા પણ હોય, સને-૨૦૧૬માં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને ગુજરાતની સીવીલ હોસ્પિટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવા રજૂઆત કરેલ, જેની ફલશ્રુતિ ૯ સરકારી હોસ્પિટલમાં મંજુરી અપાયેલ. સને-૨૦૦૪માં બાવળા ખાતે ઈરેડીયેશન પ્લાન્ટ સ્થાપના કરવામાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને પહેલ કરેલ અને સને–૨૦૧૨માં આ પ્લાન્ટ કાર્યરત થયેલ. રાજકોટમાં પોતાની ઓફીસમાં ૪૦૦૦ થી વધુ પુસ્તકોનો સંગ્રહ કરતું પુસ્તકાલય તેમજ ગીતા સત્સંગ, વૈદિક જ્ઞાન ગોષ્ઠિ, રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સમાજમાં વૈચારિક સ્પષ્ટતા માટે કાર્યરત, કોવીડની મહામારીમાં અન્નપુર્ણા ગ્રુપ સાથે વિવિધ સંસ્થાઓનું સંકલનમાં નિમિત બનેલ અને રામમંદિર અક્ષત કળશ યાત્રા દરમ્યાન ૫૭ કળશ યાત્રા આયોજનમાં નિમીત બનેલ.
આ ઉપરાંત ડેનીસભાઈ વાંચન, આત્મકથા, જીવનકથા, સાંસ્કૃતિક, રાષ્ટ્ર માટે વૈચારિક સ્પષ્ટતા લાવવી, સામાજીક કલ્યાણ માટે ટીમ બનાવી, સંકલન કરી પાર પાડવું, પ્રજાગત કલ્યાણકારી સરકારી અને પ્રશાસનિક ઉત્કર્ષ કરવો, યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં નિમીત બનવું વિગેરે પ્રવૃતિઓ સાથે સતત સંકળાયેલા રહે છે અને જીવદયા—માનવતાવાદી કાર્યો સતત કરતા રહે છે.
ડેનીસ આડેસરાના જન્મદિન નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.
- ડેનીસ આડેસરા (મો.76005 05050)




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































