#Blog

જીવદયા,માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની ઉજવણી કરશે ધર્મ ખેતાણી

યુવા સેવાભાવી અગ્રણી મિતલ ખેતાણીના સુપુત્ર ધર્મ ખેતાણીનો તા.23 ના રોજ અગીયારમાં વર્ષમાં સેવામય મંગલ પ્રવેશ.

જાહેર જીવનના વરિષ્ઠ, સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્વ.હરદેવીબેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઇઝરી કમિટી મેમ્બર, ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની  એવોર્ડ & ઈવેન્ટ કમિટી મેમ્બર, ગુજરાત સરકારના  સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર મિતલ ખેતાણી અને ડિમ્પલ ખેતાણીનાં સુપુત્ર ચિ. ધર્મ તા.23  નાં રોજ અગીયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયો છે. દરેક જન્મદિવસ ની જેમ આ વખતે પણ અનેકવિધ સત્કાર્યો, જીવદયા પ્રવૃતીઓ સાથે ચિ. ધર્મનાં જન્મદીનની ઉજવણી થઈ રહી છે. નજીકના વિસ્તારોમાં ધર્મ પોતે પોતાની બાલ મંડળી સાથે પક્ષીઓને ચણ, કીડીઓને કીડીયારું, કુતરાઓને દુધ-રોટલી, ગાયોને ઘાસ તેમજ આસપાસનાં વિવિધ ઘરોમાં ચકલાંનાં માળા–બર્ડ ફીડર લગાડી, પક્ષીઓનાં રામ પાતર મૂકી, ગૌમાતાની પાણી પીવાની કુંડીઓ મુકશે અને સાથમાં જ ઉંમરો, પીપળો જેવાં પક્ષી, પર્યાવરણને ફાયદાકારક, માનવતાને ઉપયોગી ઓકિસજન વર્ધક 11 વૃક્ષોનું વાવેતર કરી જન્મદિનની સેવામય ઉજવણી કરશે. ધર્મ મિતલ ખેતાણી મો. 9824221999 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *