રાજકોટમાં તા. 17 એપ્રિલના રોજ “હિંસા મુક્ત વિશ્વ” અને “શાસન ટેક સંગમ”નું ભવ્ય આયોજન થયું

Jain Vision 2047 તરફ મોટું પગલું સાબિત થયું જેમાં 5 AI આધારિત ડિજિટલ પ્લેટફોર્મ્સ લોન્ચ કર્યા
રાજકોટ શહેરમાં તા. 17 એપ્રિલ, શુક્રવાર 2026 “હિંસા મુક્ત વિશ્વ” (Violence Free World – VFW) અને “શાસન ટેક સંગમ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં આધ્યાત્મિકતા, અહિંસા, જૈન તત્વજ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીનો એક અનોખો અને પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો. આ કાર્યક્રમ Jain Vision 2047 તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું, જેમાં 5 આધુનિક IT અને AI આધારિત ડિજિટલ પ્લેટફોર્મ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જે જૈન જ્ઞાન, સંઘ વ્યવસ્થા અને વૈશ્વિક અહિંસા મિશનને નવી દિશા આપી.
આ કાર્યક્રમ પૂજ્ય આચાર્ય યશોવિજયસુરી મહારાજ સાહેબના આશીર્વચન સાથે ચતુર્વિઘ સંઘ, સમાજના અગ્રણીઓ, જીવદયા પ્રેમીઓ, જૈન સંઘોના ટ્રસ્ટીગણ અને વિદ્વાનશ્રીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક મૂલ્યોને ટેક્નોલોજી સાથે જોડીને જ્ઞાનને માત્ર સંરક્ષિત નહીં
પરંતુ તેને જીવંત, પ્રેરણાદાયક અને આવનારી પેઢી માટે સર્વસુલભ બનાવવાનો છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ “હિંસા મુક્ત વિશ્વ” (Violence Free World – VFW) પહેલ છે, જે અહિંસા અને કરુણાના મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રસરાવવાનું કાર્ય કરે છે. હિંસા મુક્ત વિશ્વ (VFW) એ એક વૈશ્વિક પહેલ છે, જેના પ્રેરણાસ્રોત પૂજ્ય આચાર્ય વૈરાગ્ય દેશનાદક્ષ હેમચંદ્રસૂરિ મહારાજ છે. આ પહેલનું મુખ્ય ધ્યેય વૈજ્ઞાનિક અને તાર્કિક અભિગમ દ્વારા જીવનના દરેક ક્ષેત્રમાં અહિંસાનું પ્રસાર કરવાનું છે. “જીવો અને જીવવા દો” ના સિદ્ધાંત પર આધારિત આ અભિયાન લોકોમાં પ્રાર્થના, સકારાત્મક વિચાર અને આધ્યાત્મિક સંદેશ દ્વારા જોડાણ સર્જે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં VFW દ્વારા દેશ-વિદેશમાં અનેક ઑફલાઇન અને ઑનલાઇન પ્રદર્શનો તથા કોન્ફરન્સ યોજાયા છે, જેમાં લાખો લોકો જોડાયા છે. ખાસ કરીને 250 થી વધુ શાળાઓ, કોલેજો, ફેક્ટરીઓ અને હોસ્પિટલો સુધી આ અભિયાન પહોંચ્યું છે, જ્યાં ઘણા લોકો અને સંસ્થાઓએ આ મૂલ્યો અપનાવીને જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવ્યું છે. આ પહેલ માત્ર જાગૃતિ પૂરતી નથી, પરંતુ જીવનશૈલીમાં પરિવર્તન લાવતી એક સક્રિય અને પ્રેરણાદાયક ચળવળ બની રહી છે. VFW ના વૈશ્વિક પ્રસાર અને “શાસન ટેક સંગમ” કાર્યાન્વયનમાં વિવિધ સાધુ મહાત્માના માર્ગદર્શન હેઠળ નિખિલભાઈ શાહ (સીઇઓ, સિલાનન્સ સિસ્ટમ, અમદાવાદ) અને તેમની ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. “શાસન ટેક સંગમ” હેઠળ રજૂ થયેલા મુખ્ય ડિજિટલ પ્લેટફોર્મ્સમાં Jain Yuva Bot (JYB) એક વિશેષ આકર્ષણ રહ્યું, જે WhatsApp આધારિત AI પ્લેટફોર્મ છે, અને ખાસ કરીને યુવા પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
આ Jain Yuva Bot દ્વારા યુવાનો તેમના મનમાં ઉદ્ભવતા જૈન ધર્મ સંબંધિત પ્રશ્નોના સરળ, સ્પષ્ટ અને શાસ્ત્ર આધારિત જવાબો મેળવી શકશે. આ પ્લેટફોર્મ ભાષાની મર્યાદાઓ દૂર કરીને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓમાં સમજણ આપે છે, જેથી દરેક યુવાન સરળતાથી જોડાઈ શકે. Jain Yuva Bot માત્ર માહિતી આપતું ડિજિટલ પ્લેટફોર્મ નથી, પરંતુ તે યુવાનોને જૈન તત્વજ્ઞાન સાથે ભાવનાત્મક રીતે જોડવાનું એક જીવંત માધ્યમ બની રહ્યું છે. જે “Question થી Clarity સુધીનો સ્માર્ટ ડિજિટલ માર્ગ” પ્રદાન કરે છે. JYB વાપરવા માટે +917048522287 પર What’s app થી PRANAM કે Hi લખો આ ઉપરાંત Granth AI (GrantAI.in) નામનું પ્લેટફોર્મ પ્રાચીન જૈન ગ્રંથો, હસ્તપ્રતો અને સાહિત્યને આધુનિક ટેક્નોલોજી દ્વારા સરળ રીતે શોધી શકાય તેવી સુવિધા આપે છે.સંશોધકો, વિદ્વાનો અને જિજ્ઞાસુઓ માટે આ એક અત્યંત ઉપયોગી સાધન છે, જે જ્ઞાનને માત્ર સંગ્રહિત રાખતું નથી પરંતુ તેને સરળ અને સમજાય તેવી રીતે રજૂ કરે છે. ભાષાની અડચણોને દૂર કરીને આ પ્લેટફોર્મ જ્ઞાનને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક બનાવે છે અને ઝડપી સંક્ષેપ, વિશ્વસનીય માહિતી અને સરળ રીતે જ્ઞાનને દરેક સુધી પહોંચાડે છે. www.granthai.in Jain Sangh Management Platform (JSMP) દ્વારા જૈન સંઘના સંચાલનમાં એક નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્લેટફોર્મ સંઘના સભ્યો, પ્રવૃત્તિઓ, સૂચનાઓ અને વ્યવસ્થાને એક જ સુરક્ષિત અને સંકલિત ડિજિટલ માધ્યમ પર લાવે છે. જેના કારણે સંઘમાં પારદર્શિતા અને સુવ્યવસ્થિતતા વધે છે. ટ્રસ્ટીઓ અને સંચાલકો માટે કાર્ય વધુ સરળ અને અસરકારક બને છે, તેમજ ડેટાની સુરક્ષા અને નિયંત્રણ સંપૂર્ણપણે સંઘ પાસે જ રહે છે, જે સંચાલનને વધુ મજબૂત બનાવે છે.www.jainsangh.info Jain Standard Book Number (JSBN) એ જૈન સાહિત્યને વૈશ્વિક ઓળખ આપતું અનોખું પ્લેટફોર્મ છે. તે દરેક જૈન પુસ્તકને એક યુનિક ડિજિટલ ઓળખ આપે છે, આ પ્લેટફોર્મ દ્વારા પ્રકાશકો, લેખકો અને જ્ઞાનભંડારોને એક ડિજિટલ નેટવર્કમાં જોડાશે. www.jsbn.in આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ જૈન જ્ઞાનને ડિજિટલ સ્વરૂપમાં સચવાવીને વૈશ્વિક સ્તરે સરળ બનાવવાનો છે. યુવા પેઢીને જૈન તત્વજ્ઞાન સાથે સરળતાથી જોડવાનો, સંઘ વ્યવસ્થાને આધુનિક ટેક્નોલોજી દ્વારા મજબૂત બનાવવાનો અને વૈશ્વિક જૈન સમુદાયને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવાનો છે. સાથે જ અહિંસા અને કરુણાના મૂલ્યોને વિશ્વવ્યાપી બનાવવાનો સંકલ્પ પણ આ પહેલમાં સ્પષ્ટપણે દર્શાવાયો છે.
“શાસન ટેક સંગમ”ને માત્ર એક ઇવેન્ટ નહીં, પરંતુ એક નવી દિશાની શરૂઆત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી, જ્યાં પરંપરા અને ટેક્નોલોજી સાથે મળીને ભવિષ્યનું નિર્માણ કરાયું. અહીંથી શરૂ થતી આ યાત્રા જૈન જ્ઞાનને સમય સાથે આગળ વધારશે અને સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપતી શક્તિ બની રહેશે. હિંસા મુક્ત વિશ્વ ના પુસ્તકો, સાહિત્ય અને વધુ માહિતી માટે મો. +91 7043172287, www.vfw.life અને શાસન ટેક સંગમ માટે +91 7041422287 www.shasantechsangam.org પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.




























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































