ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 10 માં વેબીનારનું આયોજન
- સિગ્નસ ગ્રુપ ઓફ કંપનીઝનાં ચેરમેન કૃષ્ણ કુમાર સિંઘાનિયા ‘ગૌચરભૂમિ વિકાસ’ વિષય પર માર્ગદર્શન આપશે
વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે.
ગોકુલમ – 10 માં સિગ્નસ ગ્રુપ ઓફ કંપનીઝનાં ચેરમેન કૃષ્ણ કુમાર સિંઘાનિયા ‘ગૌચરભૂમિ વિકાસ’ વિષય પર માર્ગદર્શન આપશે. ડાઉન-ટુ-અર્થ, વિનમ્ર, વ્યવહારુ પરંતુ ધર્મનિષ્ઠ વ્યક્તિ કે.કે. સિંઘાનિયા સિગ્નસ જૂથના વડા છે જે તેમણે દ્રઢતા અને ગતિશીલતા થકી બનાવ્યું છે. કે.કે. સિંઘાનિયાએ સમગ્ર દેશમાં વેપાર, સમાજ, ધર્મ અને દેશભક્તિની દુનિયામાં ઘણા સીમાચિહ્નો પાર કર્યા છે. તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓના આશ્રયદાતા, મુખ્ય આશ્રયદાતા, ટ્રસ્ટી, પ્રમુખ છે. બાંધકામના સાધનો ભાડે આપવા, રિયલ એસ્ટેટ, એગ્રીટેક, ભૂસ્તરશાસ્ત્રીય પરામર્શ, મીડિયા, એન્જિનિયરિંગ ગુડ્સ, રોકાણ અને નાણા, વેરહાઉસિંગ જેવા બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમને ભારતીય આર્થિક વિકાસ અને સંશોધન સંઘ, નવી દિલ્હી દ્વારા ભારતીય ઉદ્યોગ રતન પુરસ્કાર, મહામંડલેશ્વરજી દ્વારા ધર્મ રક્ષા શિરોમણી પુરસ્કાર – 2007, ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ્સ – 2014 દ્વારા ઉત્તરાખંડ રત્ન એવોર્ડ, માઈકલ મધુસુદન એકેડેમી દ્વારા તેમના પરોપકારી કાર્ય માટે માઈકલ મધુસુદન એવોર્ડ, ધ લાઈફ ટાઈમ અચીવમેન્ટ ચાલચિત્ર પ્રચાર સમિતિ દ્વારા ઉત્તમ કુમાર એવોર્ડ – 2010, મધર ટેરેસા ઇન્ટરનેશનલ એવોર્ડ કમિટી દ્વારા મધર ટેરેસા ઇન્ટરનેશનલ કેનોનાઇઝેશન એવોર્ડ – 2016 જેવા અનેકો એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. છેલ્લા 40 વર્ષથી તેઓ ગૌચરભૂમિ માટે કાર્ય કરી રહ્યા છે.
આ વેબિનાર 9 સપ્ટેમ્બરે શનિવારનાં રોજ બપોરે 12 કલાકે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં ફેસબુક પેઈજ ‘ઓફીશીયલ જી.સી.સી.આઇ’ તેમજ યુ ટ્યુબ ચેનલ ‘ગ્લોબલ કાઉ ફેડરેશન’ પર લાઈવ કરવામાં આવશે. વેબિનારનું સંચાલન શ્રીમતી શતાબ્દી પાંડે કરશે.
વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.8853584715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદી માં જણાવ્યું છે.