શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે.
લીલી ચા : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે.
અજમો : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે.
ફુદીનો : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે.
ગળો : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે.
કુવારપાઠુ : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, સ્ત્રી રોગોમાં ઉપયોગી છે.
અરડૂસી : શરદી, ખાંસી, દમ, નસ્કોરી ફુટવા સમયે કામ લાગે છે.
હાડસાંકળ : કેલ્શીયમ વધારતું હોવાથી સાંધાના રોગોમાં ઉપયોગી છે.
નગોડ : વા ના રોગોમાં, વાળના રોગોમાં ઉપયોગી છે.
બ્રાહ્મી : યાદશક્તિ વધારવા માટે ઉપયોગી છે.
સાટોડી : મૂત્રરોગોમાં અથવા સોજો થયો હોય ત્યારે કામ લાગે છે.
અશ્વગંધા : વજન વધારવા, ઊંઘ લાવવા માટે ઉપયોગી છે.
ગરમાળો : કબજીયાત અને ચામડીના રોગો મટાડે છે.
આંકડો : શ્વાસના રોગો, વા જેવા રોગોમાં ઉપયોગી નીવડે છે.
લીમડો : ચામડીના રોગો, દાંતના રોગોમાં કામ લાગે છે.
દુધી : ચરબી ઘટાડવા, પિત્તશામક, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી થાય છે.
જાસુદ : રકતસ્ત્રાવ ઘટાડવા, વાળના સૌંદર્ય માટે ઉપયોગી છે.
ભોંયરીંગણી : ખાંસી મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)