ફરજિયાત હેલ્મેટ નો કાયદો માત્ર પૈસા ભેગા કરવા માટે છે કે પબ્લિકની સેફટી માટે..?

ખુલ્લેઆમ બજારમાં વેચાતા રૂપિયા 150 થી 5000 રૂપિયા સુધીનાં ISI માર્કા વાળા હેલ્મેટ માંથી કયા હેલ્મેટથી પબ્લિકની રક્ષા થશે તેની ચકાસણીની જવાબદારી કોની?
પબ્લિકના ટેક્સમાંથી અને સરકારી તિજોરીમાંથી બનેલ ગેરંટીવાળા રોડ તૂટે ને અકસ્માત થાય તો જવાબદારી કોની?
સર્વે જનતાની રક્ષા થાય તેવા હેતુથી અલગ અલગ કાયદા હોય છે તેમાંય ખાસ વાત કરવામાં આવે તો હાલમાં સરકાર દ્વારા તારીખ 8, સપ્ટેમ્બર-2025 ના રોજ ફરજિયાત હેલ્મેટના કાયદાને અમલ કરાવવાની વાત છે ખરેખર હાસ્યસ્પદ જેવું લાગે છે કારણ કે કાયદો કોઈપણ હોય તે ફરજિયાત જ હોય છે અને ફરજિયાત જ હોવો જોઈએ પણ આજે પબ્લિક પોતાના જીવને જાતે જ જોખમમાં મૂકે છે કારણ કે વિરોધ એ વિકલ્પ નથી પણ સરકાર તરફથી રોડ અને ટ્રાફિકના નિયમને સંપૂર્ણ રીતે પાલન કરાવવાનું હોય તો સૌથી પહેલા રોડ પરના દબાણો કાયમી માટે દૂર થાય અને પાર્કિંગની યોગ્ય રીતે વ્યવસ્થા થાય, વર્ષોથી રોડની ઉપર પડેલા જુના વાહનો ઉપડાવવા જોઈએ, ફૂટપાથ પરના દબાણ દૂર કરી અને ફૂટપાથ ચોખ્ખી રાખવી જોઈએ ખાસ કરીને જે આર.ટી.ઓ. ના નીતિ નિયમો છે તે પ્રમાણે રોડ પરના દરેક માર્કર જેમકે સીધા પટ્ટા, ઝીબ્રા ક્રોસિંગ, સ્ટોપ લાઈન, વોકિંગ લાઈન, પાર્કિંગ પટ્ટા, સ્પીડ લિમિટ, સ્પીડ બ્રેકર, રોડ પરના સિગ્નલ બોર્ડ સાઇડ બંધ હોય અને ત્યાં પોલીસ ઉભી હોય તો પણ ફૂડની અને ઘરવખરીની હોમ ડિલિવરી વાળા તેમજ અનેક પેસેન્જર વાહનો આડેધડ સિગ્નલ તોડીને જતા હોય છે ખરેખર આ જવાબદારી કોની? બીજુ રોડ ઉપર ખાસ કરીને પાણી ભરેલા હોય અને અંડર બ્રિજમાં પાણી નીકળતા હોય ત્યાં ચિકાસના હિસાબે અનેક વાહનો બેફામ રીતે એક્સિડન્ટ થાય છે તો શું પબ્લિક રોડ ટેક્સ નથી ભરતી? આજ રીતે હાલમાં રાજકોટના અનેક વિસ્તારોમાં ટ્રાફિક થાય છે ત્યાં દરેક જગ્યાએ પેસેન્જર વાહનો વાળા આડેધડ ઉભા રહી જાય છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે. હાલમાં સરકાર તરફથી તારીખ 8 સપ્ટેમ્બરના રોજ ફરજિયાત હેલ્મેટ પહેરવું એવું જાહેર કરવામાં આવેલ છે પણ રાજકોટ શહેર અને હાઇવે પર માત્ર રૂપિયા 150 થી માંડી અને 5,000 સુધીના ISI માર્કા વાળા હેલ્મેટ મળે છે આ હેલ્મેટ ખરેખર એકસીડન્ટ વખતે વાહન ચાલકનું રક્ષણ કરી શકશે કે મુંબઈમાં તારીખ 26/11 ના રોજ જે આતંકવાદી હુમલાની ઘટના બનેલી હતી ત્યારે ઉચ્ચ અધિકારીઓના બકતરમાં જેમ થરમોકોલમાં વેલણ ધુસે તેમ બખતરોના ભરોસે રહેલા ઉચ્ચ અધિકારીઓ મોતને ભેટેલા હતા. આ જ રીતે જ્યાં ત્યાં વેચાતા હેલ્મેટ ની યોગ્ય ચકાસણી કેવી રીતે જાણવી કારણકે અકસ્માત વખતે હેલ્મેટ પહેરેલો માનવ ખરેખર બચી જવો જોઈએ એના બદલે હેલ્મેટનો બુકડો બોલી જાય છે અને તે જ મોતનું કારણ બને એવું બની શકે તો આના માટે સતાધારીઓ અને અધિકારીઓએ ખાસ લોકો લૂંટાય તેની પહેલા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
ખરેખર શહેરમાં કેટલી સ્પીડમાં વાહન ચલાવવું જોઈએ અને હેલ્મેટની જરૂર કેટલી સ્પીડે વાહન ચલાવતા માણસ માટે હોવી જોઈએ તે નકકી કરવું ફરજીયાત છે. તેમજ મોટા શહેરોમાં આડેધડ રોડ–રસ્તાના કોઇપણ નિયમો વિના સ્પીડ બ્રેકર બનાવવામાં આવે છે જેના હિસાબે અનેક અકસ્માતો થાય છે તેની જવાબદારી કોની ?
તાજેતરમાં જ રાજકોટ–ગોંડલ હાઈવે પર એક ભયંકર અકસ્માતમાં બસચાલકે એક નવયુવાનને કચડી નાંખ્યો ત્યારે તે યુવાને હેલ્મેટ પહેરલ હતું છતાં પણ તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો તો આમા શું સમજવું ?
હેલ્મેટ પહરેવું એ તો મનુષ્યના રક્ષણ માટે જ ઉપયોગી છે પરંતુ બજારમાં મળતા અમુક ફેશનેબલ હેલ્મેટ કે જે લુખ્ખા તત્વો ખરેખર પબ્લીકને લુંટવા માટે જે હેલ્મેટનો ઉપયોગ કરે છે તે પણ એક વિચારવા જેવી બાબત છે. શહેરમાં હેલ્મેટ ફરજીયાત કાયદો આવવાથી આવા આવારાતત્વોને મોકળું મેદાન મળશે અને હેલ્મેટ પહેરવાથી આવા તત્વોને ઓળખવામાં પણ પબ્લીક અને પોલીસની મુશ્કેલીઓ વધી શકે છે.
ખાસ કરીને કયા કયા રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ ના કાયદાનું યોગ્ય પાલન થાય છે અને ત્યાં હેલ્મેટ દ્વારા સામાન્ય એકસીડન્ટમાં જે લોકો મૃત્યુ પામે છે એના કરતાં કેટલા પ્રમાણમાં લોકોની રક્ષા થાય છે અને વાહનમાં હેલ્મેટ રાખવાની વ્યવસ્થા અને ચોરીના બનાવ અટકાવવા માટે શું વ્યવસ્થા છે આ બધી જાણકારી માટે સરકાર તરફથી અને કાયદાનું પાલન કરાવનાર અધિકારી દ્વારા લોક જાગૃતિ માટે અભિયાન ચલાવવું જોઈએ જેથી કરી લોકો પાસે પોતાના પરિવારની રક્ષા માટે કેવા પ્રકારના હેલ્મેટ પહેરવા જોઈએ કે નહીં તેની માહિતી સંપૂર્ણપણે હોવી જોઈએ જેથી કરી આડેધડ લાખો લોકો દંડનીય જોગવાઈનાં કારણે કરોડો રૂપિયા બરબાદ ન કરે અને સમય શક્તિ ન વેડફાય તે ખૂબ જરૂરી છે.–પ્રકૃતિપ્રેમીદિનેશભાઈ પટેલ(મો. 98242 38785)

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































