#Blog

“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 અમદાવાદમાં GCCI ના ‘ગૌટેક 2025’ સ્ટોલ ની મુલાકાત લેતા રાજકીય અને શૈક્ષણિક મહાનુભાવો.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” જેનું ભારત સરકારના માનનીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહ્યું છે.
ઉતરાખંડ ગૌ સેવા આયોગ અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર અઠવાલ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરભાઇ પોરીયા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડા સહીત અનેક મહાનુભાવોએ સ્વદેશોત્સવ એક્સ્પો ની મુલાકાત દરમ્યાન GCCI સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે GCCI દ્વારા રજૂ કરાયેલા ગૌ આધારિત નવાચાર, વિવિધ સ્ટાર્ટઅપ મોડેલ્સ અને ગૌમય ઉત્પાદનોનું ધ્યાનપૂર્વક અવલોકન કર્યું.
GCCIના સભ્યો એ આ અવસર પર ગૌ આધારિત સંશોધન, ટેકનોલોજી, ઇનોવેશન અને ઉદ્યોગોની વિસ્તૃત સંભાવનાઓ અંગે માહિતી આપી. તેમણે આગામી GauTech Pune 2026 વિશે પણ માહિતગાર કર્યા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *