ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાનમાં માટે મેટોડા (રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા હિટાચી મશીન ની ભેટ.માં. કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર પાટીલ સાહેબ અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા સાહેબશ્રી ના વરદ હસ્તે હિટાચી મશીનનું લોકાર્પણ

વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ ઊંડા ઉંચા તેમજ નવા બનાવવા અને ૧૧,૧૧૧ રિચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે, જેમાંથી ૨૨૫ થી વધુ ચેકડેમ થઈ ચૂક્યા છે, અને ૧૨૫ થી વધુ રિચાર્જબોર થઇ ચૂક્યા છે, હાલમાં અનેક જગ્યાએ ચેકડેમોનું કામ ચાલુ છે, અને વધુમાં વધુ ચેકડેમો ઊંડા કરવાની જરૂરિયાત હોય તેના માટે રાજકોટ મેટોડા જીઆઇડીસી ના ઉદ્યોગપતિ (1) શ્રી વિનેશભાઈ બાબુલાલ પટેલ (ઓર્બીટ બેરિંગ્સ પ્રા.લી), (2) રાજેશભાઈ નાથાભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા.લી.), (3) શ્રી સુરેશભાઈ ગોરધનભાઈ હીરપરા (યુનિવર્સલ ટેકનો), (4) શ્રી ચંદ્રકાન્તભાઈ વલ્લભદાસ ભાલારા (બાલાજી મલ્ટી ફ્લેક્ષ પ્રા.લી.), (5) શ્રી કિરીટભાઈ શિવલાલભાઈ અદ્રોજા (એન્જલ પમ્પ પ્રા.લી.) દ્વારા હિટાચી મશીન (અર્થ મુવર) નુ ટ્રસ્ટને ભેટ આપેલ છે, જેથી ખૂબ જ ઝડપથી કામ કરવામાં મદદરૂપ થશે.
આ હિટાચી મશીનનું (અર્થ મુવર) લોકાર્પણ કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાતન ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા સાહેબશ્રી ના વરદ હસ્તે તારીખ ૧૧/૦૧/૨૦૨૫ ને શનિવાર, સાંજના ૬:૦૦ કલાકે નવા રીંગ રોડ પર પરસાણા ચોકમાં યુનિટી ફાઉન્ડેશન આયોજિત સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન ખાતે રાખેલ છે. જેમાં અનેક મહાનુભાવો અને સંતો-મહંતો અને દાતાશ્રીઓ હાજર રહેશે.
આજે દિવસે દિવસે વરસાદની સિઝનમાં ફેરફાર થતો જાય છે, અને અચાનક ખૂબ જ વરસાદ પડી જાય છે, જેથી થોડું પાણી જમીનમાં ઉતરે અને ચેકડેમો છીછરા હોય અથવા તૂટેલા હોય તેના હિસાબે પાણી રોકાતું નથી અને ઝાઝા ભાગનું દરિયામાં જતું રહે છે, આવા સમયે ઉદ્યોગપતિઓ અને દાતાઓના આર્થિક સહયોગથી હિટાચી, JCB, ટ્રેક્ટર જેવા સાધનોનું દાન મળે તો ખૂબ જ વિશાળ પ્રમાણમાં કામ થાય અને સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારત ભરની ધરતીઓમાં અલગ અલગ જગ્યાએ ચેકડેમો બનવાથી જમીનમાં પાણી ના તળ ઊંચા આવવાથી શુદ્ધ અને મીઠું પાણી હોવાથી પાક ઉત્પાદનમાં ખૂબ મોટો ફાયદો થશે લોકોના આરોગ્યમાં ફાયદો થશે અને સૃષ્ટિ પરના સર્વે જીવોની રક્ષા થશે તો દરેક દાતા ઉદ્યોગપતિઓ આવા ઉમદા કાર્યમાં જોડાઈ.
આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી, શૈલેશભાઈ જાની, ડી.વી.મહેતા,ભરતભાઈ ટીલવા, કિશોરભાઈ કાથરોટિયા, સતીશભાઈ બેરા, ગોપાલભાઈ બાલધા, અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, તેમજ ઘણા ભાઈઓ આ કાર્ય માં જોડાયેલ છે.