આપણી આંખ એ ખરેખર અણમોલ રતન છે ! સમગ્ર દુનિયા નું દર્શન કરાવનાર અને પરિચય કરાવનાર આપણી જ આંખ વિષયે આપણે કેટલું જાણીએ છીએ? કલ્પના કરી જુઓ,આપણી આંખ જાય તો શું થાય? વિશ્વમાં લગભગ પોણા ત્રણ કરોડ લોકો દૃષ્ટિ વિહીન છે! જેમાંથી લગભગ દોઢ કરોડ જેટલા લોકો ભારતમાં છે! એમના માટે કોઈ દિવસ વિચાર્યું છે? ધૂળ,તડકો,ધુમાડો,પવન આંખને નુકશાન કરે છે ! પરંતુ કેટલું કરે છે? કેવી રીતે કરે છે? કે પછી આંખ ખરાબ થાય પછી જ જાણીશું? કોમ્પ્યુટર,મોબાઈલ, ટેલીવીઝન અને અન્ય ગેઝેટસ પણ આંખને ગંભીર નુકશાન કરે છે, શું એ આપણે જાણીએ છીએ? આપણને એ સાધનો વાપરતાં આવડે છે? મોતીઓ એટલે શું? એ કેમ આવે છે? મોતીઓ બધાને આવે ? પહેલાના બાળકોને કેમ ચશ્માં નોહતા આવતા ? શું ચશ્માંની શોધ નોહોતી થઇ એટલે? આજકાલ નાના બાળકોને ચશ્માં કેમ આવે છે? બહુ હોશીયાર છોકરાઓને ચશ્માં આવે? બેતાલા એટલે શું? ચશ્માં ,કોન્ટેક્ટ લેન્સ કે સર્જરી? શું સારું? ક્યાં ખાનપાન આંખ માટે સારા? પ્રાણાયામ અને આસનો આંખ માટે સારા? કયા ? બ્રેઇલ લીપી શું છે? કઈ રીતે કરીશું આંખનું જતન ? લાઈવ ટોક શો! બતાવશે અને સમજાવશે..ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી ના પૂર્વપ્રાચાર્ય.
‘તન કી બાત’ સ્પીકર : આયુર્વેદાચાર્ય ડો.હિતેશ જાની
પૂર્વ પ્રાચાર્ય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જામનગર
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ , તારીખ : ૨ માર્ચ, રવિવાર | સમય : સાંજે ૫:૩૦ કલાકે | સ્થળ: ધોળકિયા સ્કૂલ યુનિવર્સીટી રોડ, રાજકોટ.
આ સેમિનાર ફ્રી છે.
રજીસ્ટ્રેશન કરાવીને અવશ્ય પધારશો!
,Mo.9409692691,9429271368